✕

Nagpur Crime : સાવકા બાપે ૧૦ વર્ષની દીકરી પર ગુજાર્યો બળાત્કાર: માતાએ CCTV ગોઠવીને પતિની કરતૂતનો ભાંડો ફોડ્યો

11 November, 2026 11:10 AM IST  |  Nagpur | Gujarati Mid-day Online Correspondent

Nagpur Crime: નાગપુરમાં દસ વર્ષની દીકરી પર તેના જ સાવકા નરાધમ બાપે અત્યાચાર ગુજારી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચોથા ધોરણમાં ભણતી પોતાની જ દીકરી પર ૪૫ વર્ષના એક સાવકા હેવાન બાપે અનેકવાર બળાત્કાર કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

નાગપુરમાં દસ વર્ષની દીકરી પર તેના જ સાવકા નરાધમ બાપે અત્યાચાર ગુજાર્યો (Nagpur Crime) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચોથા ધોરણમાં ભણતી પોતાની જ દીકરી પર ૪૫ વર્ષના સાવકા હેવાન બાપે અનેકવાર બળાત્કાર કર્યો હતો. દીકરીના શરીર પર નિશાન જોયા બાદ તેની માતાએ દાળમાં કશુંક કાળું હોવાની શંકા ગઈ હતી અને તેણે જ સીસીટીવી કેમેરા ગોઠવીને પોતાના પતિની કરતૂત પકડી પાડી હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપી પિતાને પકડી પાડી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધો છે. 

અહેવાલો (Nagpur Crime) અનુસાર દીકરીને માતાએ પોતાના પતિની કરતૂતનો ભાંડો ફોડવા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા. દીકરીની માએ કોઈને ખબર ન પડે એ રીતે ટીવીની પાછળ આ સીસીટીવી કેમેરા ફિટ કર્યા હતા. આ સીસીટીવી કેમરાની મદદથી લગભગ એક વર્ષ સુધી સતત ઘરમાં શું ચાલી રહ્યું છે તે તમામ બાબતો રેકોર્ડ કરવામાં આવી હતી. દીકરીની માએ તેના મિત્રના મોબાઇલ પર આ સીસીટીવી કેમેરાના લાઇવ ફૂટેજ જોવાની ગોઠવણ કરી હતી.

સીસીટીવી ફૂટેજ (Nagpur Crime)માં ચોંકાવનારો ખુલાસો થયો હતો અને સાવકા બાપની હેવાનિયતભરી કરતૂત સામે આવી હતી. દીકરીની માએ આરોપ લગાવ્યો છે કે સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે દીકરી પર તેના જ સાવકા બાપ દ્વારા અનેકવાર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.  એટલું જ નહીં, જ્યારે માએ તેની દીકરીની પૂછપરછ કરી ત્યારે દીકરીએ જણાવ્યું કે તેના પર વારંવાર લૈંગિક શોષણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં દીકરી અત્યાર સુધી ચૂપ હતી કારણ કે સાવકા બાપે આ સમગ્ર પ્રકરણ અંગે કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે (Nagpur Crime) જણાવ્યું કે બાળકી પર ૨૬ ઓગસ્ટથી લૈંગિક શોષણ થતું આવ્યું છે અને તે હાલ છેલ્લે નવમી નવેમ્બર સુધી આ અત્યાચાર ગુજારવમાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જીતેન્દ્ર બોબડેએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ સીસીટીવી રેકોર્ડિંગ્સને આધારે કરવામાં આવી રહી છે. આ સાથે જ સૂત્રોએ જણાવ્યું હતું કે કેસ નોંધ્યા પછી તરત જ સોમવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો.  પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ, બળાત્કાર અને હત્યાના આરોપો હેઠળ કેસ નોંધ્યો છે. કોર્ટે આરોપીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.  પોલીસ પિતાની સઘન પૂછપરછ કરી રહી છે.

mumbai news mumbai maharashtra news maharashtra nagpur sexual crime Protection of Children from Sexual Offences Act POCSO