પાલિકાએ ક્ષય અને કૃષ્ઠરોગ પરીક્ષણ અભિયાન શરૂ કર્યું

02 December, 2020 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલિકાએ ક્ષય અને કૃષ્ઠરોગ પરીક્ષણ અભિયાન શરૂ કર્યું

મુંબઈમાં ઘરે ઘરે પરીક્ષણ કરી રહેલી પાલિકાની ટીમ

કોરોના સંક્રમણ સામેની લડાઈ લડી રહ્યા છે ત્યારે લોકોને અન્ય ચેપી રોગો સામે પણ રક્ષણ મળી રહે એ માટે મુંબઈ પાલિકા દ્વારા ૧થી ૧૬ ડિસેમ્બર સુધી ક્ષયરોગ અને કુષ્ઠરોગ નિયંત્રણમાં રહે એ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનો મુખ્ય ઉદેશ્ય એ છે કે સામાન્ય નાગરિકમાં જાગૃતિ આવે. નગર નિગમના સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગની ટીમ સવારે ૯થી સાંજે ૪ વાગ્યાની વચ્ચે ઘરે-ઘરે જઈને લોકોનું પરીક્ષણ કરશે.

આ અભિયાન અંતગર્ત પ્રમાણમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૨,૬૯૩ ઘરોમાંથી ૫૦,૦૯,૨૭૭ વ્યક્તિઓનું ક્ષય અને કુષ્ઠરોગનું પરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણ અભિયાન માટે મહાપાલિકાની ૩૪૫૧ ટીમ કાર્યરત રહેશે. પ્રાથમિક તપાસ દરમ્યાન મળેલા શંકાસ્પદ ટીબીના દરદીઓના પલંગની તપાસની સાથે એક્સ-રે પરીક્ષણ શંકાસ્પદ દરદીઓના રહેઠાણની નજીકની બીએમસીની અથવા સરકારી પ્રાયોગિક શાળાઓમાં તેમ જ નિયુક્ત ખાનગી એક્સ-રે કેન્દ્રો પર વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે જેમાં દરદીઓને ખાસ વાઉચર આપવામાં આવશે જેથી નિયુક્ત ખાનગી એક્સ-રે કેન્દ્રો પર વિનામૂલ્યે તપાસ કરાવી શકાય. પરીક્ષણ કર્યા બાદ જો ક્ષયરોગનું નિદાન આવશે તો તેવા દરદીઓને નિઃશુલ્ક તબીબી સારવાર આપવામાં આવશે.

મેડિકલના અધિકારીઓ દ્વારા કુષ્ઠરોગનાં શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવશે અને શંકાસ્પદ લોકોને નજીકની હૉસ્પિટલ અથવા ક્લિનિકમાં રિફર કરવામાં આવશે. સ્વયંસેવકોને જરૂરી એવો સહયોગ આપવાની અપીલ કરવાની સાથે એડિશનલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ) સુરેશ કાકાણીએ શુભેચ્છા પણ આપી હતી.

mumbai mumbai news brihanmumbai municipal corporation