મુમ્બાદેવી મંદિરની સલામતીમાં વધારો

18 October, 2012 06:48 AM IST  | 

મુમ્બાદેવી મંદિરની સલામતીમાં વધારો

અહીં આ ઉત્સવ દરમ્યાન રોજ ૫૦,૦૦૦થી વધુ ભાવિકો દર્શન માટે આવે છે. આ મંદિરની આજુબાજુ વેપારથી ધમધમતાં બજારો આવેલાં છે. ભાવિકોની સુવિધા માટે મંદિર પરિસરમાં મંડપ બાંધી દેવામાં આવ્યો છે અને મંદિરમાં ૫૦ સિક્યૉરિટી જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ૧૭ સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા છે. ત્રણ મેટલ ડિટેક્ટરો પણ ફિટ કરવામાં આવ્યા છે જે મંદિરમાં આવતા ભાવિકોની ચકાસણી કરશે. આવનારા ભાવિકોની સુરક્ષા માટે એક ઍમ્બ્યુલન્સ પણ મંદિરની બહાર ઊભી રાખવામાં આવશે અને સવાર-સાંજ ચાર ડૉક્ટરોની ટીમ પણ હાજર રહેશે.

નવરાત્રિના પહેલા દિવસે મંગળવારે ૧૬ ઑક્ટોબરે સવારે સવાપાંચ વાગ્યે મંગળા આરતી સાથે મંદિર ભાવિકો માટે ખોલવામાં આવશે અને પોણાછથી સવાછ વાગ્યા દરમ્યાન ઘટસ્થાપના કરવામાં આવશે. નવરાત્રિ દરમ્યાન મંદિર સવારે સવાપાંચથી રાત્રે ૧૧ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે. ૨૩ ઑક્ટોબરે નવમીના રોજ સવારે સાડાદસ વાગ્યાથી હવનની શરૂઆત થશે અને બપોરે સાડાત્રણથી ચાર વાગ્યે નાળિયેરની આહુતિ આપવામાં આવશે.

પાર્કિંગ નથી


મંદિરની આજુબાજુ દુકાનો હોવાથી મંદિર પાસે ભાવિકો કાર પાર્ક કરી શકે એમ નથી, આથી ભાવિકોએ કાર લઈને દર્શન માટે આવવું નહીં એમ મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે. સલામતીનાં કારણોસર મોટી બૅગ પણ લઈને નહીં આવવા જણાવવામાં આવ્યું છે.