મુંબઇનાં બૂક સેલર્સ જુએ છે ગ્રાહકોની રાહ, પહેલાની જેમ નથી રહ્યું કામકાજ

24 October, 2020 06:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇનાં બૂક સેલર્સ જુએ છે ગ્રાહકોની રાહ, પહેલાની જેમ નથી રહ્યું કામકાજ

પ્રતીકાત્મક તસવીર

મુંબઇ (Mumbai)ના પ્રસિદ્ધ ફાઉન્ટેન (Fountain) વિસ્તારમાં આવેલા પુસ્તક વિક્રેતાઓ પર કોરોનાવાયરસ (Coronavirus) અને લૉકડાઉન (Lockdown)ની મોટી અસર પડી છે. તેમને ત્યાં પહેલાની જેમ લોકો પુસ્તકો ખરીદવા આવતા નથી, મૉનસૂનમાં પડેલી વરસાદની અસર પણ તેમના વ્યવસાય પર પડી છે.

શનિવારે અને રવિવારે ખરીદનારોથી ભરાયેલા રહેતા ફાઉન્ટેન બુક સ્ટૉલનો એ હાલ છે કે હવે ગણતકીના લોકો જ અહીં જોવા મળે છે. ગેટવે ઑફ ઇન્ડિયાથી થોડાંક જ અંતરે આવેલી આ દુકાનો પર સામાન્ય રીતે દેશ, વિદેશતી મુંબઇ ફરવા આવનારા પર્યટકો આવતા હતા, પણ હવે સ્થિતિ એ છે કે પહેલાની તુલનામાં ફક્ત 20 ટકા લોકો અહીં આવે છે. રોજગારમાં પણ કાપ મૂકવો પડી રહ્યો છે.

પુસ્તક વિક્રેતા રાજેન્દ્ર ચંદેલે જણાવ્યું, "અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ પહેલા અમારી પાસે બે-ત્રણ જણ કામ કરતા હતા, હવે એક જ માણસ છે. હવે અમે બે કામ કરીએ છીએ, પહેલા અહીં ત્રણ જણ હતા, તેમને સેલરી ક્યાંથી આપશું. જ્યારે વેચાણ નહીં થાય તો પગાર શેમાંથી આપશું?"

લૉકડાઉન સમયમાં બિહાર જનારા શિવનારાયણ મંડળ 25 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. પાંચ દિવસ પહેલા જ તે ગામડાંમાંથી પાછાં આવ્યા છે. હવે સ્થિતિ એ છે તે વચ્ચે તો એવા પણ દિવસો ગયા જ્યારે એક પણ પુસ્તક ન વેચાયું. તેમની બોણી પણ નહોતી થઈ. શિવનારાયણ મંડળે જણાવ્યું કે, "એવું ક્યારેય નથી જોયું, લૉકડાઉનને કારણે દુકાન બંધ હતી, અમે લોકો તગામ ગયા હતા, 19 તારીખે આવ્યા છીએ. ત્યાર બાદ દુકાન ખોલી તો બે દિવસ બોણી થઈ, પરમદિવસે તો બોણી પણ નહોતી થઈ. પછી કાલે અને આજે થઈ. પબ્લિકની અવરજવર પણ ઘટી ગઈ છે."

સિદ્ધાર્થ કૉલેજની નજીકની આ દુકાનમાં વિદ્યાર્થીઓના પણ અવરજવર રહેતી હતી. પણ આ વર્ષે સ્ટડી ઑનલાઇન કરવામાં આવી રહી છે. ઉપરથી ચોમાસામાં થયેલા જળભરાવને કારણે અનેક પુસ્તકો ખરાબ થઈ ગયા છે. કમાણી ન હોવાથી બચત પણ ખતમ થઈ રહી છે. નીલેશ ત્રિવેદીને પોતાની દીકરીની ફી ભરવા માટે મ્યૂચ્યુઅલ ફન્ડના પૈસા કઢાવવા પડ્યા હતા.

નીલેશ ત્રિવેદીએ જણાવ્યું, "કુલ મળીને બેથી ત્રણ હજાર પુસ્તકોનું નુકસાન થયું છે. ઘણાં દિવસોથી દુકાન બંધ હતી તો ઉધઇને કારણે અન્ય પુસ્તકો પર પણ આની અસપ પડી. મેં મારી દીકરીની ફી ભરવા માચે બે વર્ષથી જે મ્યૂચ્યૂલ ફન્ડમાં પૈસા જમા કરી રાખ્યા હતા, મેં તે તોડીને ફી ભરી."

mumbai mumbai news