એકાદ વર્ષમાં મોંઘો ચાર્જ ભરીને પૉશ એરિયામાં પાર્કિંગ કરી શકાશે

25 January, 2020 10:45 AM IST  |  Mumbai | Chetna Sadadekar

એકાદ વર્ષમાં મોંઘો ચાર્જ ભરીને પૉશ એરિયામાં પાર્કિંગ કરી શકાશે

પાર્કિંગ લૉટ્સ

એકાદ વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાના પાર્કિંગ લૉટ્સમાં વાહનો પાર્ક કરવા માટે વધારે ચાર્જ ચૂકવવો પડે એવી શક્યતા છે. પાલિકાની પાર્કિંગ પૉલિસીની મુદત આવતા વર્ષે પૂરી થતાં પાલિકાનું તંત્ર ગીચતા ઘટાડવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટના વપરાશને પ્રોત્સાહન આપવા નવા મોંઘા પાર્કિંગ લૉટ્સ ઊભા કરવા સક્રિય બન્યું છે. પાર્કિંગના નવા પ્લાન ઘડવા માટે ભારતના અને વિદેશોનાં શહેરોના પાર્કિંગ મોડેલ્સના અભ્યાસની સૂચના મુંબઈ પાર્કિંગ ઑથોરિટીના નિષ્ણાતોને આપવામાં આવી છે. નવી પૉલિસીમાં રેડી રેકનર રેટ્સ અથવા સંબંધિત વિસ્તારના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવવાની શક્યતા છે. 

આ પણ વાંચો : ડેન્ગીની સારવાર દરમ્યાન ટીનેજરના મૃત્યુ માટે જવાબદાર બેપરવા ડૉક્ટર સામે કેસ

નવી પાર્કિગ પૉલિસી હેઠળ પાર્કિંગ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉચિત નિયોજન વગર એક કલાક પાર્કિંગ માટે ૬૦ રૂપિયા કરતાં વધારે રકમ ચૂકવવી પડે એવી શક્યતા છે. હાલની પાર્કિંગ પૉલિસીમાં વિવિધ વિસ્તારોના એ, બી, સી કૅટેગરીમાં વર્ગીકરણને આધારે પાર્કિંગ ફી નક્કી કરવામાં આવી છે. ફોર્ટ, કોલાબા વિસ્તારોમાં એક કલાકના ૬૦ રૂપિયા અને ગોવંડીમાં એક કલાકના ૪૫ રૂપિયા પાર્કિંગ ફી ચૂકવવાની રહે છે.

crawford market colaba mumbai news brihanmumbai municipal corporation bandra