૭૦૦૦ મુંબઈગરાઓએ શહેરના ૭ બીચની કરી સફાઈ

22 July, 2019 11:13 AM IST  |  મુંબઈ

૭૦૦૦ મુંબઈગરાઓએ શહેરના ૭ બીચની કરી સફાઈ

બીચને ચોખ્ખા કરવાની કામગીરી

બિગ મુંબઈ ક્લીનઅપ કૅમ્પેન દ્વારા ગઈ કાલે ૭૦૦૦ મુંબઈગરાઓએ શહેરના વિવિધ સાત બીચ સહિત ૧૦૦ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે આ સફાઈ અભિયાનનો ઉદ્દેશ મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ટ્રિબ્યુટ આપવાનો હતો.

બીચ વૉરિયર ગ્રુપ દ્વારા ગઈ કાલે મુંબઈના દાદર, મઢ, વર્લી, જુહુ સહિત કુલ સાત બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે ૭થી ૯ વાગ્યા દરમિયાન શહેરના સાત બીચ, ૨૦ લોકલ સ્ટેશનો અને ૧૩ સ્લમ વિસ્તારોમાં ક્લીનઅપ થયું હતું. દાદર અને મઢ આયરલૅન્ડ પર બૉલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, કવિતા કૌશિક, નવેલી દેશમુખ, જેવા સેલિબ્રિટીઓ હાજર રહ્યાં હતાં.

mumbai news