પાર્લાની નાણાવટી સ્કૂલમાં ખોટી ડિગ્રીવાળી શિ​ક્ષિકા વર્ષોથી કામ કરે છે

04 March, 2020 07:30 AM IST  |  Mumbai | Diwakar Sharma, Samiullah Khan

પાર્લાની નાણાવટી સ્કૂલમાં ખોટી ડિગ્રીવાળી શિ​ક્ષિકા વર્ષોથી કામ કરે છે

શિક્ષિકા ભવ્યા બાંદરેકરે

‘મિડ-ડે’માં કેટલાક કોચિંગ ક્લાસિસમાં મુંબઈ યુનિવર્સિટીની બી.એડની ડિગ્રીના વેચાણનો પર્દાફાશ કર્યા પછી એક વાચકે એ રીતે ડિગ્રી મેળવનારની માહિતી આપી હતી. વિલે પાર્લેની ચંદુલાલ નાણાવટી સ્કૂલમાં ૨૦૦૭થી ભણાવતી શિક્ષિકા ભવ્યા બાંદરેકરે કોચિંગ ક્લાસિસના ગેરકાયદે માધ્યમથી બી.એડની ડિગ્રી મેળવી હોવાનું દસ્તાવેજી પુરાવા સાથે એ વાચકે જણાવ્યું હતું.

કાંદિવલીમાં રહેતાં ભવ્યાએ ૨૦૧૮માં ગેરકાયદે રીતે બી.એડની ડિગ્રી મેળવી હતી, પરંતુ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના અધિકારીએ એ બાબતની મુંબઈ યુનિવર્સિટીને જાણ કરતાં યુનિવર્સિટીએ એ ડિગ્રીને રદબાતલ ગણાવી હતી. ‘મિડ-ડે’એ પર્દાફાશ કરેલા દલાલોમાંથી એક કાલિનાની ઍરિસ્ટો ઍકૅડેમી પાસેથી ભવ્યાએ ડિગ્રી ખરીદી હતી. એ ઍકૅડેમીએ ભવ્યાને કલ્યાણની આઇરીન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશનમાં ઍડ્મિશન મેળવવામાં મદદ કરી હતી.

ભવ્યા વિલે પાર્લેની ચંદુલાલ નાણાવટી સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હોવા ઉપરાંત હાલમાં શિક્ષિકા તરીકે પ્રિન્સિપાલ નીલમ મૂલચંદાનીના જમણા હાથ સમાન છે.

આ પણ વાંચો : ભાષાનો વિવાદ : મનસેની ધમકી પછી તારક મેહતા...ની ટીમે માફી માગી

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડનાં ચીફ મોડરેટર(ઇંગ્લિશ) અને ક્વેસ્ચનેર કમિટીનાં ચૅરપર્સન ડૉ. સ્વાતિ ખૈરેએ જણાવ્યું હતું કે ૨૦૧૮ના મે મહિનાની ૨૩થી ૨૮ તારીખો વચ્ચે બી.એડની પરીક્ષા યોજાઈ ત્યારે ભવ્યા બાંદરેકર મિત્રો સાથે બહારગામ ફરવા ગઈ હતી. તેની ટિકિટની નોંધ અને ફેસબુક-પોસ્ટ પણ જૂઠાણું જાહેર કરે છે. ભવ્યા ૨૪-૨૫ મેએ જમ્મુ-કાશ્મીરમાં અને ૨૬મીએ આગરામાં હતી. એ સંજોગોમાં તેણે પરીક્ષા ન આપી હોવાનું સ્પષ્ટ થાય છે.’

mumbai university kandivli vile parle mumbai news samiullah khan diwakar sharma