Mumbai: પહેલા મહિલાને બચાવી પછી તેની કરાવી છેડતી અને લૂંટ

26 November, 2020 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mumbai: પહેલા મહિલાને બચાવી પછી તેની કરાવી છેડતી અને લૂંટ

પ્રતીકાત્મક તસવીર

મુંબઇ લોકલ ટ્રેનમાં એક મહિલા સાથે છેડતી અને લૂંટનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં મહિાને ચેન સ્નેચરથી બચાવનાર વ્યક્તિએ મહિલા સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના મંગળવાર રાતની છે.

હકીકતે, મંગળવારે રાતે લગભગ 11.44 વાગ્યે એક મહિલા બોરિવલી સ્ટેશનથી ચર્ચગેટ તરફ જનારી ટ્રેનના જનરલ કમ્પાર્ટમેન્ટમાં ગઈ. તે સમયે ટ્રેનના એક કમ્પાર્ટમેન્ટમાં ફક્ત એક વ્યક્તિ હતો, જેની ઓળખ 32 વર્ષના રહીમ શેખ તરીકે થઈ છે. તે પોતાની સીટ પર બેઠા-બેઠાં સૂતો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ટ્રેન હજી પ્લેટફૉર્મ પર ઊભી હતી કે મહિલાના ટ્રેનમાં ગયા પછી વધુ એક પ્રવાસી તેમાં ગયો. તેણે મહિલાના ગળા પર ચપ્પુ રાખીને તેની પાસેથી સોનાનો હાર અને મોબાઇલ ફોન માગવા લાગ્યો. તેની ઓળખ સાંતાક્રૂઝ ઇસ્ટમાં રહેતા ઓમપ્રકાશ દીક્ષિત તરીકે થઈ. આ દરમિયાન મહિલાની અવાજ સાંભળીને પોતાની સીટ પર સૂતેલા રહીમ શેખની આંખ ખુલી ગઈ. રહીમે ચપ્પુથી હુમલો કરનાર દીક્ષિતના માથે વાર કરીને તેને ખેંચીને ટ્રેનમાંથી બહાર કરી દીધો.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પછી રહીમે તેને કહ્યું કે તે સુરક્ષિત છે. સાથે જ તેણે કહ્યું કે તે તેની બહેન જેવી છે. ડરવાની જરૂર નથી. તે ત્યાં છે.

પણ જેવી ટ્રેન પ્લેટફૉર્મ છોડવા લાગી, તે દરવાજા પાસે ગયો અને દીક્ષિતને અંદર બોલાવી લીધો. ત્યાર પછી બોરિવલી અને કાંદીવલી સ્ટેશનો વચ્ચે દીક્ષિતે મહિલાની છેડતી કરી અને તેના હાર તેમજ મોબાઇલ ફોન લૂંટી લીધા. ત્યાર પછી બન્ને કાંદીવલી સ્ટેશન પર ઉતરીને ફરાર થવા લાગ્યા. આ દરમિયાન મહિલા ચીસો પાડવા લાગી. ત્યારે જ ત્યાં પહોંચેલી પોલીસે દીક્ષિતને પકડી લીધો.

mumbai mumbai news kandivli borivali mumbai local train mumbai crime news Crime News