Mumbai: 20 વર્ષ પહેલાં વિખૂટી પડેલી મહિલાનો સોશિયલ મીડિયાની મદદથી થયો પરિવાર સાથે ભેટો

04 August, 2022 08:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ સ્થિત મહિલા યાસ્મીન શેખે ખુલાસો કર્યો છે કે તેની માતા રસોઈયા તરીકે કામ કરવા દુબઈ ગઈ હતી, પરંતુ તે ક્યારેય પાછી આવી ન હતી અને તેનો સંપર્ક થઈ શક્યો ન હતો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

વિખૂટા પડેલા પરિવારોને ફરીથી જોડવામાં સોશિયલ મીડિયાએ ઘણી વખત મહત્વની ભૂમિકા ભજવી છે. સોશિયલ મીડિયા ફરી એકવાર વરદાન સાબિત થયું. સોશિયલ મીડિયાના માધ્યમથી 20 વર્ષ પહેલાં ખોવાયેલી મહિલા ફરી પરિવારને મળી છે. યાસ્મીન શેખ નામની મુંબઈની મહિલાને તેની માતાને શોધવામાં સોશિયલ મીડિયા દ્વારા મોટી મદદ મળી છે. 20 વર્ષ પહેલાં ગુમ થયેલી તેની માતા પાકિસ્તાનમાં મળી છે.

મુંબઈ સ્થિત મહિલા યાસ્મીન શેખે ખુલાસો કર્યો છે કે તેની માતા રસોઈયા તરીકે કામ કરવા દુબઈ ગઈ હતી, પરંતુ તે ક્યારેય પાછી આવી ન હતી અને તેનો સંપર્ક થઈ શક્યો ન હતો.

પાકિસ્તાનમાં 20 વર્ષ પહેલાં ગુમ થયેલી મહિલા મળી આવી

મુંબઈની રહેવાસી યાસ્મીન શેખે એક મીડિયા હાઉસને જણાવ્યું કે “મને મારી માતા વિશે 20 વર્ષ પછી પાકિસ્તાન સ્થિત સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખબર પડી, જેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો.” તેણે કહ્યું કે તેની માતા હમીદા બાનો દુબઈ કામ કરવા ગઈ હતી, પરંતુ તે ક્યારેય પરત ન આવી. મહિલાએ જણાવ્યું કે “મારી માતા અવારનવાર 2-4 વર્ષ માટે કતાર જતી હતી, પરંતુ તે સમયે તે એક એજન્ટની મદદથી ગઈ હતી અને ક્યારેય પાછી આવી નહોતી.”

મુંબઈની રહેવાસી યાસ્મીન શેખે જણાવે છે કે “અમે માતાને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તમામ પ્રયાસો નિરર્થક રહ્યા કારણ કે અમે ફરિયાદ પણ નોંધાવી શક્યા નથી. અમારી પાસે કોઈ પુરાવા પણ નહોતા. હમીદા બાનોની બહેન શાહિદાએ તેની સામે આવેલો વીડિયો જાહેર કરતાં કહ્યું કે જ્યારે તેણીએ તેના પતિ, ભાઈ-બહેન અને ઘરના સભ્યોના નામ સાચા કહ્યા ત્યારે તેણીએ મહિલાને ઓળખી.

યાસ્મીન શેખે જણાવ્યું કે “જ્યારે પણ અમે અમારી માતા હમીદા બાનુના ઠેકાણા અંગે પૂછપરછ કરવા એજન્ટ પાસે પહોંચતા ત્યારે તે એજન્ટ કહેતો કે મારી માતા અમને મળવા કે વાત કરવા માગતી નથી.” બહેન અને પુત્રીએ તેમને આટલા વર્ષો પછી મળવાને એક ચમત્કાર ગણાવ્યો અને સરકારને વિનંતી કરી કે તેઓ વહેલી તકે પાછા ફરવામાં મદદ કરે.

mumbai mumbai news social networking site