મુંબઈઃ વધતા જતા તાપમાન વચ્ચે વધ્યા શાકભાજીના ભાવ

08 May, 2019 05:52 PM IST  |  મુંબઈ

મુંબઈઃ વધતા જતા તાપમાન વચ્ચે વધ્યા શાકભાજીના ભાવ

મુંબઈમાં શાકભાજીના ભાવ આસમાને

મુંબઈકરાઓ વધતા જતા તાપમાનની સાથે સાથે શાકભાજીના વધતા જતા ભાવથી પણ પરેશાન છે. શાકભાજીના ભાવમાં 100 થી 120 રૂપિયાનો વધારો થયો છે. ગુવાર, ફણસી અને કેપ્સિકમની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો થયો છે. બજારમાં લીલા શાકભાજીની આવક ઘટી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. દૂધી, ભીંડો, ફણસી, વટાણા, લીલી મરચાંની છૂટક અને જથ્થાબંધ કિંમતો વધી છે. વેપારીઓનું કહેવું છે કે જો આવી જ સ્થિતિ રહી તો ભાવો હજુ પણ વધી શકે છે.

શાકભાજીના છૂટક ભાવઃ

કેપ્સિકમઃ 120 થી 140 રૂપિયા પ્રતિ કિલો

વટાણાઃ 160 થી 200 રૂપિયા પ્રતિ કિલો

ફ્લાવરઃ 160 થી 180 રૂપિયા પ્રતિ કિલો

ટામેટાઃ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો

mumbai