મુંબઈ: વિલંબ છતાં દિવા-થાણે રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થવાનો આશાવાદ

23 June, 2020 11:29 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: વિલંબ છતાં દિવા-થાણે રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થવાનો આશાવાદ

પ્રોજેક્ટના ભાગરૂપે મુમ્બ્રા સ્ટેશન પર નવાં પ્લૅટફૉર્મ બનાવવામાં આવી રહ્યાં છે. તસવીર રાજેન્દ્ર આકલેકર

સેન્ટ્રલ રેલવેના સૌથી મહત્ત્વના પ્રોજેક્ટ્સમાંથી એક દિવા-થાણે રેલવે પ્રોજેક્ટને લૉકડાઉન દરમ્યાન સપ્લાય ચેઇન વિલં‌‌‌‌બિત ‌થવાને કારણે પ્રમાણમાં નુકસાન થયું છે અને પ્રોજેક્ટ પર કામ કરતાં મોટા ભાગના મજૂર ઘરે પરત ફર્યા છે.

૨૦૦૮માં મંજૂર કરાયેલો આ પ્રોજેક્ટ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી 2 બી)નો એક ભાગ છે અને આઉટ સ્ટેશન અને સ્થાનિક રેલ કૉરિડોરને અલગ પાડવામાં અને આ રીતે ટ્રેનોની ગતિ / ફ્રિક્વન્સી વધારવામાં મહત્ત્વનું પરિબળ બનનાર હોવાથી મધ્ય રેલવે માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પ્રોજેક્ટ હેઠળ થાણે અને દિવા સ્ટેશન વચ્ચે બે નવી લાઇન બનાવાતાં અહીં ચાર ઉપનગરીય અને બે આઉટ સ્ટેશન એમ કુલ છ લાઇનો હોય, જે જુદી-જુદી રીતે ટ્રાફિકને મિક્સ-અપ થવા દીધા વિના ઝડપી ગતિએ ચાલુ રાખવામાં મદદરૂપ બનશે.

પ્રોજેક્ટની પ્રથમ સમયમર્યાદા ડિસેમ્બર ૨૦૧૫ હતી, જે પછીથી ડિસેમ્બર ૨૦૧૭ અને ત્યાર બાદ માર્ચ ૨૦૧૯ કરવામાં આવી હતી અને હવે અંતે જૂન ૨૦૨૦ની સમયમર્યાદા સૂચિત કરાઈ હતી. આ વિલંબને કારણે પ્રોજેક્ટનો ખર્ચ અગાઉના ૧૩૦ કરોડ રૂપિયાથી વધીને ૪૪૦ કરોડ રૂપિયાનો થયો છે. જોકે તેમ છતાં એમઆરવીસી હજી પણ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે આશાવાદી છે.

સામાન્ય રીતે લગભગ ૨૫૦ જેટલા મજૂરોને સ્થાને હાલમાં લગભગ ૭૦ સાઇટ પર હાજર છે. લૉકડાઉનને કારણે મજૂરો પણ પોતાના વતનના ગામે જતા રહ્યા છે તેમ જ સાધનસામગ્રી મળવામાં પણ‌‌‌ વિલંબ થઈ રહ્યો છે. હવે મજૂરો પાછા ફરી રહ્યા હોવાથી ટૂંક સમયમાં કામ વેગ પકડે એવી આશા છે.

mumbai mumbai news thane central railway lockdown rajendra aklekar