લિન્ક જ ન ખૂલી તો ઍક્ઝામ કેમ આપવી? : પેપર ચૂકનાર ​સ્ટુડન્ટ્સનો સવાલ

05 October, 2020 10:03 AM IST  |  Mumbai | Pallavi Smart

લિન્ક જ ન ખૂલી તો ઍક્ઝામ કેમ આપવી? : પેપર ચૂકનાર ​સ્ટુડન્ટ્સનો સવાલ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિસ્ટન્સ ઍન્ડ ઓપન લર્નિંગના સેંકડો વિદ્યાર્થીઓએ મુંબઈ યુનિવર્સિટી કૅમ્પસમાં પરીક્ષામાં થયેલા ટેક્નિકલ ગોટાળાને કારણે પહેલું પેપર ચૂકી જતાં ગુસ્સે થઈ એ માટે સ્પષ્ટતા માગી દેખાવો કર્યા હતા.

મુંબઈ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિસ્ટન્સ ઍન્ડ ઓપન લર્નિંગની પરીક્ષા પણ ઑન‍લાઇન લેવાઈ હતી. એ પરીક્ષા દેવા રજિસ્ટ્રેશન કરાયેલા વિદ્યાર્થીઓને એની લિન્ક તેમના ઈ-મેઇલ ઍડ્રેસ પર મોકલવામાં આવી હતી જે લિન્ક તેમને એક્ઝામ પોર્ટલ સાથે લિન્ક કરતી હતી અને તેઓ એક્ઝામ આપી શકે એવી ગોઠવણ કરાઈ હતી.

શુક્રવારે સેંકડો વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શક્યા નહોતા, કારણ કે જે લિન્ક મોકલાવાઈ હતી એમાં ટેક્નિકલ એરર હતી અને એ ખૂલી નહોતી રહી. પરશુરામ તાપસે નામના વિદ્યાર્થીએ કહ્યું હતું કે ‘યુનિવર્સિટીની ગાઇડલાઇન્સ મુજબ મેં મારાં બધાં જ ડિવાઇસ ઇન્ટરનેટની સ્પીડ સાથે તૈયાર રાખ્યાં હતાં, પણ પરીક્ષા વખતે મુશ્કેલી એ થઈ કે જે લિન્ક તેમણે મોકલાવી હતી એ ઓપન જ નહોતી થઈ રહી, એ એરર બતાવી રહી હતી. એક કલાક મેં એ ઇશ્યુ સૉલ્વ કરવા કોશિશ કરી, પણ એમ છતાં પણ એ લિન્ક ન ખૂલી.’

mumbai mumbai news mumbai university pallavi smart