કોરોના વિશે ખોટી પોસ્ટ મૂકી : વૉટ્સઍપ એડમિનને પોલીસની વૉર્નિંગ

14 March, 2020 08:19 AM IST  |  Mumbai

કોરોના વિશે ખોટી પોસ્ટ મૂકી : વૉટ્સઍપ એડમિનને પોલીસની વૉર્નિંગ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના સંગમનેરમાં વૉટ્સઍપ ગ્રુપમાં કોરોના વાઇરસના દરદી વિશે ખોટો મેસેજ પોસ્ટ કરવા બદલ એ ગ્રુપનાં મહિલા એડમિન અને ગ્રુપની મેમ્બરને પોલીસ સ્ટેશનમાં બોલાવીને કડક ચેતવણી આપવામાં આવી હતી. સંગમનેરના ફર્સ્ટ રેફરલ યુનિટ એન્ડ રુરલ હૉસ્પિટલના મેડિકલ ઑફિસરની ફરિયાદને આધારે પોલીસે ગ્રુપ એડમિન અને મેમ્બર્સને અફવાઓ નહીં ફેલાવવાની તાકીદ કરી હતી.

આ પણ વાંચો : માસ્ક અને સૅનિટાઇઝર હવે અત્યાવશ્યક વસ્તુઓમાં સામેલ

ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ‘બુલંદ રાજકારણી’ નામના વૉટ્સઍપ ગ્રુપમાં એવો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો કે સંગમનેરના બસ સ્ટેન્ડની પાસે કોરોના વાઇરસનો શંકાસ્પદ દરદી મળ્યો છે. એ દરદીને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એ મેસેજથી લોકોમાં ભય ફેલાયો હતો.’

whatsapp coronavirus mumbai mumbai news