ક્રિમિનલોને ઓળખી કાઢે એવા 500 સીસીટીવી કૅમેરા બેસાડશે વેસ્ટર્ન રેલવે

22 February, 2020 07:54 AM IST  |  Mumbai

ક્રિમિનલોને ઓળખી કાઢે એવા 500 સીસીટીવી કૅમેરા બેસાડશે વેસ્ટર્ન રેલવે

સીસીટીવી કૅમેરા

પશ્ચિમ રેલવેનાં સબર્બન સ્ટેશનો પર હવે પ્રવેશ કરતાં સમયે ક્રિમિનલોની હાલત થઈ જવાની છે. પશ્ચિમ રેલવે, રેલવેના પ્રાંગણમાં આવનારા અસામાજિક તત્વોને ઓળખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (આઇ.ઇ.)ની મદદ લેવાનું વિચારી રહી છે. રેલવે આ યોજના હેઠળ ચર્ચગેટથી વિરાર સ્ટેશનો વચ્ચે ૫૦૦ સીસીટીવી કૅમેરા બેસાડવાની છે જે ક્રિમિનલોની ઓળખ કરશે.

પહેલાં ચર્ચગેટથી વિરાર સુધી કુલ ૧૧૬૫ સીસીટીવી કૅમેરા હતા, હવે એ વધીને ૨૭૨૯ થઈ જશે. આ કૅમેરા સંપૂર્ણ એચડી હશે. આમાં ૫૦૦ હાઇડેફિનેશનના ચહેરા ઓળખી શકે એવા ૪-એ કૅમેરા હશે. આ માટે રેલવે ૬૧ કરોડ રૂપિયા ખર્ચ કરશે. કૅમેરા બેસાડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવતા છ મહિનામાં આ કૅમેરા બેસાડી દેવામાં આવશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું.

આ કૅમેરાની અનેક ખાસિયત છે. જેમ કે કોઈ રેલવે ટ્રેક ક્રોસ કરશે તો અલાર્મ વાગશે. આરસીએફના જવાનો સ્ટેશન પર બેસીને મોનિટરિંગ પણ કરી શકશે. આ કૅમેરા સ્ટેશન પર ગિર્દી વધી જવાની પણ સૂચના આપશે. આમાં ૩૦ દિવસના વિડિયો સ્ટોરેજ થઈ શકશે.

પશ્ચિમ રેલવેના ડિપાર્ટમેન્ટલ રેલ બોર્ડ સેફ્ટીના કમિશનર (મુંબઈ ડિવિઝન) વિનીત પરબે જણાવ્યું હતું કે વર્તમાનમાં અમારી પાસે ૧૧૬૫ સીસીટીવી કૅમેરા છે. કૅમેરાની મદદથી અમે સ્ટેશનોની સુરક્ષાવ્યવસ્થાને મજબૂત રાખી શકીએ છીએ. આ કૅમેરા અમને કોઈ પણ ક્રાઈમને ઉકેલવામાં મદદરૂપ થશે અને સ્ટેશનો પર નજર રાખવામાં પણ મદદ કરશે. સ્ટેશનો પર ચોરી કે પછી અન્ય કોઈ પણ ઘટનાને રોકવા માટે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. અમે સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ દ્વાર પર અંદાજે ૫૦૦ ચહેરા ઓળખી શકે એવા કૅમેરા બેસાડવાનું કામ શરૂ કરી દીધું છે.

ચોરોને આવી રીતે ઓળખશે કૅમેરા

પશ્ચિમ રેલવેના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અમે અત્યાધુનિક કૅમેરા બેસાડી રહ્યા છીએ, જે કમ્પ્યુટર સાથે કનેક્ટ હશે. આ કમ્પ્યુટરમાં ક્રિમિનલનો ફોટો પણ ફીડ હશે. આ કૅમેરા ૩૦થી ૪૦ મીટર દૂર સુધીના તમામ ચહેરાને સ્કેન કરતા રહેશે. કમ્પ્યુટરમાં ફીડ કરાયેલો ચહેરો જેવો કૅમેરાની સામે આવશે કે કૅમેરા ક્રિમિનલની સૂચના આરપીએફ અને હેડ-ક્વાર્ટરને જાણ કરી દેશે. ત્યાર પછી આરપીએફ પ્લૅટફૉર્મ પર હાજર જવાનોને તેની સૂચના આપીને શંકાસ્પદને પકડી લેશે.

સામાન ભૂલી જવાયો હોય તો તેની પણ સૂચના

આ કૅમેરામાં સ્ટેશન પર હાજર લોકોની ગણતરી કરવાની ક્ષમતા પણ છે. જો ગિર્દી વધી જાય તો તે અંગે તેની જાણકારી પણ આ કૅમેરા આપશે. આ સાથે જ આ કૅમેરામાં સ્ટેશન પર લાવારિશ સામાનની ઓળખ કરવાની પણ ક્ષમતા રહેશે.

આ પણ વાંચો: વિરારમાં મૉર્નિંગ-વૉક કરવા ગયેલા વૃદ્ધનું મેનહોલમાં પડતાં મોત

૧૧ સ્ટેશનો પર રહેશે મોનિટરિંગ રૂમ

કૅમેરાને મોનિટર કરવા માટે આરપીએફનાં તમામ ૧૧ પોલીસ સ્ટેશનોમાં એક મોનિટરિંગ સેન્ટર બનાવવામાં આવશે. આ તમામ સ્ટેશનોના કૅમેરાને સ્થાપિત કરવાનું કામ રેલવે કરી રહી છે.

mumbai mumbai news western railway churchgate