કોરોના વાઈરસને કારણે વેસ્ટર્ન રેલવેને 135 કરોડનો ફટકો

28 March, 2020 11:05 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના વાઈરસને કારણે વેસ્ટર્ન રેલવેને 135 કરોડનો ફટકો

વેસ્ટર્ન રેલવે

કોરોના વાઇરસની પાર્શ્વભૂમિ પર લોકલ સર્વિસને બંધ કરવામાં આવી છે. આને કારણે વેસ્ટર્ન રેલવેની અંદાજે ૧૩૫ કરોડ રૂપિયાની આવક ડૂબી છે.

કોરોનાનો ચેપ વધુ ફેલાય નહીં એ માટે લોકલ સર્વિસને ૨૨ માર્ચથી બંધ કરી કરવાનો રેલવે બોર્ડે નિર્ણય લીધો હતો. વેસ્ટર્ન રેલવેએ લોકલ સર્વિસ બંધ કરી એને કારણે ૨૨ માર્ચથી ૨૬ માર્ચ સુધી ૧૩૫.૬૬ લાખ રૂપિયાનો ફટકો બેઠો છે એવી માહિતી વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે આપી હતી.

કોરોના વાઇરસને કારણે રેલવે મંત્રાલયે મુંબઈની સબર્બન લોકલ ટ્રેન, દેશની લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસનો એટલે કે ૧૪ એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કર્યો હતો. આને કારણે હવે લોકલ ટ્રેનો અને લાંબા અંતરની ટ્રેનો ૧૪ એપ્રિલ સુધી બંધ રહેશે. આથી ભારતીય રેલવેને એનો વધુ ફટકો બેસવાની શક્યતા છે.

mumbai mumbai news western railway indian railways coronavirus covid19