આજે સેન્ટ્રલ ને હાર્બરમાં મેગા બ્લૉક, વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

26 October, 2014 05:17 AM IST  | 

આજે સેન્ટ્રલ ને હાર્બરમાં મેગા બ્લૉક, વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક




બ્લૉક દરમ્યાન અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનો બોરીવલી અને ગોરેગામ વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડશે. બ્લૉકને કારણે અમુક અપ અને ડાઉન સ્લો ટ્રેનો રદ રહેશે. બ્લૉક દરમ્યાન ટ્રેનો બોરીવલીનાં પ્લૅટફૉર્મ નંબર ૩, ૪, ૫, ૬, ૬ખ્માંથી કોઈ પણ પ્લૅટફૉર્મ પર વાળવામાં આવશે.

સેન્ટ્રલ લાઇનમાં મુલુંડ અને માટુંગા અપ ફાસ્ટ લાઇન પર સવારે ૧૧.૩૦થી સાંજે ૪ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે. થાણેથી સવારે ૧૦.૪૬થી બપોરે ૩.૫૩ વાગ્યા સુધી ઊપડતી અપ ફાસ્ટ ટ્રેનોને મુલુંડ અને પરેલ સ્ટેશન વચ્ચે અપ સ્લો લાઇન પર વાળવામાં આવશે અને પરેલથી ફરી અપ ફાસ્ટ ટ્રૅક પર વાળવામાં આવશે. આ ટ્રેનો મુલુંડ અને પરેલ વચ્ચે બધાં સ્ટેશનો પર ઊભી રહેશે.

CSTથી સવારે ૧૦.૦૮થી બપોરે ૨.૫૧ વાગ્યા સુધી ઊપડતી ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો પોતાનાં નિયમિત સ્ટૉપ્સ ઉપરાંત ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશનો પર ઊભી રહેશે.

કુર્લા-ચુનાભઠ્ઠી વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઇન પર આજે સવારે ૧૧.૧૦થી બપોરે ૩.૧૦ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે. આ બ્લૉક દરમ્યાન CSTથી સવારે ૧૦.૫૨થી બપોરે ૨.૫૭ વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશી તરફ જતી અને સવારે ૧૦.૦૮થી બપોરે ૨.૨૪ વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી CST જતી બધી ડાઉન હાર્બર લાઇન ટ્રેનો સંપૂર્ણપણે બંધ રહેશે.

બ્લૉક દરમ્યાન કુર્લા-પનવેલ વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે. બ્લૉક દરમ્યાન ચુનાભઠ્ઠી અને ગુરુ તેગબહાદુરનગર વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઇન સર્વિસ ઉપલબ્ધ નહીં રહે.

રેલવેએ હાર્બર લાઇનના પ્રવાસીઓને સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધી CST અને કુર્લા વચ્ચે મેઇન લાઇનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે.