મુંબઈમાં વરસાદનું જોર ઓછું થશે અને તાપમાન વધશે

01 September, 2020 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં વરસાદનું જોર ઓછું થશે અને તાપમાન વધશે

ફોટોઃ સતેજ શિંદે

છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોલાબા ઓબ્ઝર્વેટરીમાં 29 એમએમ અને સાંતાક્રૂઝ ઓબ્ઝર્વેટરીમાં 46 એમએમ વરસાદ રેકોર્ડ થયો છે. દહાણુમાં 42 એમએમ વરસાદ પડ્યો છે.

પ્રાઈવેટ વેધર એજન્સી સ્કાયમેટના મતે મોનસૂન હવે નબળો પડી રહ્યો છે અને અરબી સમુદ્રમાં ઓછા દબાણના વાદળો પવનને લીધે રાજસ્થાન તરફ વળી રહ્યા છે.

આજ રાત સુધી મુંબઈ અને પરામાં વીજળી સાથે વરસાદ પડી શકે છે. આવતી કાલથી મુંબઈમાં હવામાન લગભગ સુકુ રહેશે. તાપમાનમાં પણ વધારો થશે, એમ સ્કાયમેટના વેધર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

સપ્ટેમ્બરમાં માસિક સરેરાશ વરસાદ મુંબઈમાં ઑગસ્ટની સરખામણીએ ઓછો હશે. ઑગસ્ટમાં સરેરાશ 585.2 એમએમ વરસાદ પડ્યો, જ્યારે સપ્ટેમ્બરમાં 341.4 એમએમ વરસાદની આગાહી છે. આગામી 10 દિવસ સુધી મુંબઈમાં પાણી ભરાઈ જાય તેવો વરસાદ પડશે નહીં.

ભારતીય હવામાન ખાતા (IMD)એ કહ્યું કે, આગામી 24થી 48 કલાકમાં મુંબઈ અને પરામાં વાદળીયુ વાતાવરણ રહેશે અને છુટોછવાયો વરસાદ પડશે. IMDના મેટેરોલોજીના ડેપ્યુટી-ડાયરેક્ટર કેએસ હોસાલિકરે કહ્યું કે, આ સીઝનમાં મહારાષ્ટ્રમાં સમયસર વ્યવસ્થિત વરસાદ પડ્યો છે.

સાંતાક્રૂઝના ઓબ્ઝર્વેટરીમાં મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્શિયસ અને ન્યૂનતમ 24 ડીગ્રી રેકોર્ડ થયું, જ્યારે કોલાબા ઓબ્ઝર્વેટરીમાં મહત્તમ 27.8 અને ન્યૂનતમ 25 ડીગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું.

mumbai mumbai rains