મુંબઇના આ 7 વૉર્ડમાં વૉટરસપ્લાય ફરી થયું શરૂ

12 November, 2020 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇના આ 7 વૉર્ડમાં વૉટરસપ્લાય ફરી થયું શરૂ

મુંબઇના આ 7 વૉર્ડમાં વૉટરસપ્લાય ફરી થયું શરૂ

મુંબઇ (Mumbai)ના શીવ (Sion)-ટ્રૉમ્બે (Trombay) સ્થિત સુમનનગર જંકશન પાસે 1800 વ્યાસની મુખ્ય પાઇપલાઇનનું સમારકામ બુધવારે મધરાતે પૂરું થઈ ગયું છે. આ પાઇપલાઇનનું સમારકામને કારણે બંધ થઇ ગયેલું 7 વૉર્ડમાંનું વૉટરસપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવી છે.

શીવ-ટ્રૉમ્બે સ્થિત સુમનનગર જંકશન પાસે 1800 વ્યાસ મુખ્ય એક્વાડક્ટના લીકેજને કારણે કેટલાય વૉર્ડમાં પાણીની આપૂર્તિ પ્રભાવિત થઈ. આ માટે, આ લીકેજ તરત અટકાવવા માટે બુધવારે સવારે 10 વાગ્યે જળમાર્ગનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું. આ સમારકામને કારણે, પાણીની આપૂર્તિ અટકાવી દેવામાં આવી અને નાગરિકોને અસુવિધાનો સામનો કરવો પડો.

સમારકામને કારણે એ વૉર્ડ, ઇ વૉર્ડ, બી વૉર્ડ, એફ/ ઉત્તર, એફ/ દક્ષિણ, એમ/ પૂર્વ, એમ/ પશ્ચિમમાં વૉટર સપ્લાય અટકાવી દેવામાં આવી હતી. પણ હવે સમારકામ પૂરું થયા પછી હવે આ ફરી શરૂ કરી દેવામાં આવી છે.

mumbai mumbai news