મુંબઈઃ સ્કૂલ-કૉલેજ ખોલવાની તૈયારીઓ પુરજોશમાં છે

19 November, 2020 09:21 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈઃ સ્કૂલ-કૉલેજ ખોલવાની તૈયારીઓ પુરજોશમાં છે

ક્લાસરૂમ

મિશન બિગિન અગેઇન હેઠળ રાજ્ય સરકારે ૨૩ નવેમ્બરથી નવમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલમાં શિક્ષણ આપવાની પરવાનગી આપી છે. એથી ગઈ કાલે રાજ્ય સરકારના શાળેય શિક્ષણ અને ક્રીડા વિભાગ તરફથી એ માટેની તૈયારીઓ કરવાની સૂચના દરેક મહાનગરપાલિકાના કમિશનરોને અપાઈ છે.

રાજ્ય સરકારે આ સંદર્ભે ઑલરેડી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી) જાહેર કરી છે જેમાં સ્થાનિક સ્તરે મહાનગરપાલિકાની શું જવાબદારી રહેશે એનો ઉલ્લેખ કરાયો છે. પોતાના વિસ્તારની દરેક સ્કૂલમાં એ એસઓપીનું પાલન થાય એની ખબરદારી રાખવા તેમને કહેવાયું છે એટલું જ નહીં; એ માટે સૅનિટાઇઝર, થર્મલ ગન, પલ્સ ઑક્ઝિમીટર વગેરે તેમને મળે એની ગોઠવણ કરવા જણાવાયું છે.

એ ઉપરાંત ૧૭ નવેમ્બરથી લઈને ૨૨ નવેમ્બર દરમિયાન એ ધોરણના ક્લાસ લેનાર બધા જ શિક્ષકોની સરકારી કેન્દ્રોમાં કોવિડ-19ની આરટીપીસીઆર ટેસ્ટ ફ્રીમાં થવાની છે એની પણ ગોઠવણ કરવા પાલિકા કમિશનરોને શાળેય શિક્ષણ અને ક્રીડા વિભાગ અપર મુખ્ય સચિવ વંદના કૃષ્ણાએ જણાવ્યું છે.

mumbai mumbai news lockdown coronavirus panvel