ટ્રેનમાં આ નિયમોનું પાલન નહીં કરો તો જેલ જવું પડશે, જાણો ગાઈડલાઈન...

16 October, 2020 04:38 PM IST  |  Mumbai | Rajendra B aklekar

ટ્રેનમાં આ નિયમોનું પાલન નહીં કરો તો જેલ જવું પડશે, જાણો ગાઈડલાઈન...

ફાઈલ તસવીર

તહેવારોની સીઝન શરૂ થઈ છે એવામાં રેલવેએ ટ્રેન પ્રવાસ માટે કડક ગાઈડલાઈન્સ બનાવી છે. રેલવે પરિસરમાં આવતા પહેલા કોવિડ-29 ટેસ્ટના રિઝલ્ટ આવવાના બાકી હોય, ટ્રેનમાં બેસતા પહેલા હૅલ્થ ચેકઅપને નકારવું વગેરે જેવા નિયમોનું પાલન ન કરતા દંડ સહિત જેલ પણ થઈ શકે છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રેલવે પ્રવાસથી કોવિડ-19નું સંક્રમણ વધવાની શક્યતાઓ તો છે જ. જે પેસેન્જર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP)ને અવગણશે અથવા અન્ય વ્યક્તિની સુરક્ષા માટે ખતરો બનશે તો તેને દંડ કરવામાં આવશે. રેલવેઝ એક્ટ,1989 અંતર્ગત દંડની સાથે જેલની સજા પણ થઈ શકે છે.

અધિકારીએ ઉમેર્યું કે, માસ્ક ન પહેરવું અથવા બરાબર રીતે ન પહેરવું, ડિસ્ટન્સ ન જાળવવું, કોવિડ પૉઝિટિવ હોવ અથવા રિપોર્ટ આવવાનો બાકી હોય અને રેલવે પ્રવાસ કરવો, સ્ટેશનના પ્રવેશદ્વારમાં હૅલ્થ ચેકઅપ બાદ સ્ટેશનના ન પ્રવેશવાનો આદેશ આપવા છતાં ટ્રેનમાં પ્રવાસ કરવો, ગમે ત્યાં થુકવું, અસ્વચ્છતા રાખવી અથવા અન્ય લોકોની સલામતિ ઉપર ખતરો બને તો રેલવે કાર્યવાહી કરશે.

નવરાત્રી અને દિવાળી આવતા રેલવે મંત્રાલયે ઝોનલ રેલવેનો પ્રસ્તાવ મંજૂર કરતા 196 અતિરિક્ત રૂટ (392 ટ્રેન) પર ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેન દોડશે. 20 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી આ ટ્રેન દોડશે.

mumbai mumbai trains indian railways