સ્ટુડન્ટ્સને ઑનલાઇન હૉલટિકિટ આપશે યુનિવર્સિટી

28 November, 2012 05:12 AM IST  | 

સ્ટુડન્ટ્સને ઑનલાઇન હૉલટિકિટ આપશે યુનિવર્સિટી

યુનિવર્સિટીમાં સાત લાખ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે અને હૉલટિકિટ આપવામાં થતા વિલંબના કારણે ડિગ્રી કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા સ્ટુડન્ટ્સ હેરાન-પરેશાન થતા હોય છે. વળી છેલ્લી ઘડીએ આપવામાં આવતી હૉલટિકિટમાં ભૂલો થતી હોવાથી એ સુધારવા માટે સ્ટુડન્ટ્સને કૉલેજમાં ચક્કર કાપવાં પડતાં હોય છે. ગયા વર્ષે ડિસ્ટન્સ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સને ઑનલાઇન હૉલટિકિટ આપવામાં આવી હતી. આ રીતે મળેલી હૉલટિકિટમાં સ્ટુડન્ટ્સે માત્ર કૉલેજમાં જઈને સ્ટૅમ્પ મારવાનો રહે છે. આથી આવતા વર્ષે પરીક્ષા આપનારા સાડાચાર લાખ સ્ટુડન્ટ્સને હવે ઑનલાઇન હૉલટિકિટ આપવામાં આવશે.