મુંબઈ યુનિવર્સિટીમાં ડૉ. એસ. એ.દવે સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ ટીચિંગ ઇન ફાઇનૅન્સ આવતી કાલથી શરૂ થશે

21 August, 2022 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ વિદ્યાપીઠની મુંબઈ સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ઍન્ડ પબ્લિક પૉલિસીના ડૉ. એસ. એ. દવે સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ ટીચિંગ ઇન ફાઇનૅન્સનો ૨૨ ઑગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે.

MUમાં ડૉ. એસ. એ.દવે સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ ટીચિંગ ઇન ફાઇનૅન્સ કાલથી શરૂ થશે

મુંબઈ વિદ્યાપીઠની મુંબઈ સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ઍન્ડ પબ્લિક પૉલિસીના ડૉ. એસ. એ. દવે સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ ટીચિંગ ઇન ફાઇનૅન્સનો ૨૨ ઑગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. ડૉ. એસ. એ. દવેના મુખ્ય અતિથિપદે વિદ્યાપીઠના કાલિના કૅમ્પસના ગ્રીન ટેક્નૉલૉજી ઑડિટોરિયમમાં સવારે ૧૧.૩૦ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં એચડીએફસીના ચૅરમૅન દીપક પારેખ ‘ભારતના નાણાકીય ક્ષેત્રે તાજેતરમાં આવેલાં પરિવર્તનો’ વિષય પર વક્તવ્ય આપશે. આ પ્રસંગે વિદ્યાપીઠના વાઇસ-ચાન્સેલર પ્રા. સુહાસ પેડણેકર પ્રમુખપદે તથા પ્રો-વાઇસ ચાન્સેલર પ્રા. રવીન્દ્ર કુલકર્ણી અતિથિવિશેષપદે ઉપસ્થિત રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઑફ ઇકૉનૉમિક્સનું નવું નામ મુંબઈ સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ઍન્ડ પબ્લિક પૉલિસી છે. સેબીના અને યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચૅરમૅન ડૉ. એસ. એ. દવેએ ઉક્ત ડિપાર્ટમેન્ટનાં ૧૦૦ વર્ષ પૂરાં થવા નિમિત્તે સેન્ટર ઇન ફાઇનૅન્સની સ્થાપના માટે વ્યક્તિગત સ્તરે એન્ડોવમેન્ટ પ્રદાન કર્યું છે. આ સેન્ટરનું નામ ડૉ. એસ. એ. દવે સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ ટીચિંગ ઇન ફાઇનૅન્સ રખાયું છે.

mumbai news mumbai mumbai university