વિદ્યાર્થીઓ માટે મુંબઈ યુનિર્વસિટી દ્વારા હેલ્પલાઈન નંબરની જાહેરાત

13 May, 2020 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિદ્યાર્થીઓ માટે મુંબઈ યુનિર્વસિટી દ્વારા હેલ્પલાઈન નંબરની જાહેરાત

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ યુનિર્વસિટીએ વિદ્યાર્થીઓના મનમાં ચાલી રહેલા પ્રશ્નો અને કન્ફયુઝન દુર કરવા માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડીની જાહેર કર્છા છે. આ હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સૂચનાને પગલે જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી દરમ્યાન વિદ્યાર્થીઓની સરળતા માટે આ જાહેરાત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ 9619034634/9373700797 મોબાઈલ નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સંપર્ક કરીને પોતાની મુશ્કેલીઓના હલ મેળવી શકશે. આ નંબર પર પરીક્ષાની વિગતો, બાકી રહેલા પેપર, માર્ક કઈ રીતે ગણવામાં આવશે, વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં કઈ રિતે પ્રમોટ કરવામાં આવશે વગેરે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ મેળવી શકશે. તે સિવાય  examhelpline@mu.ac.in પર ઈમેલ પણ કરી શકશે. યુનિર્વસિટીના ઈન્સ્ટિટયુટ ઓફ ડિસટન્ટ એન્ડ ઓપન લર્નિંગના વિદ્યાર્થીઓ info@idol.mu.ac.in પર ઈમેલ મોકલાવી શકશે. કોરોના વાયરસને લીધે માર્ચ મહિનાથી સ્કુલો, કોલેજો, યુનિર્વસિટી બંધ હોવાતી વિદ્યાર્થીઓની સરળતા માટે યુનિર્વસિટીએ આ નિર્ણય લીધો છે.  

યુનિર્વસિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોનાને કારણે માર્ચ મહિનાથી લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે રાજ્યની ઉચ્ચ અને ટૅક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટીએ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ રોકી રાખવાની ભલામણ કરી છે. એ જ સમયે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં નીચલા વર્ગ માટે વિશેષ પ્રમોશનનની ભલામણો કરવામાં આવી છે. એટલે યુનિર્વસિટી આ અંગે ટુંક સમયમાં ફેકલ્ટી મુજબ એક્શન પ્લાનની જાહેરાત કરશે. ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નોના ઉત્તર માટે વિદ્યાર્થીઓ આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે.

coronavirus covid19 lockdown mumbai mumbai university