મુંબઈ: અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં વાઇબ્રેશન અબ્સૉર્બ કરતા ટ્રૅક બનાવાશે

14 November, 2020 07:28 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં વાઇબ્રેશન અબ્સૉર્બ કરતા ટ્રૅક બનાવાશે

સંપૂર્ણ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એમએમઆરસી વધુ એક મશીન ખરીદશે.

સ્વિટ્ઝરલૅન્ડની મેસર્સ સોનેવિલે દ્વારા ઇન્સ્ટૉલ કરાયેલી સ્વિસ મશીનરીની મદદથી વાઇબ્રેશન અબ્સૉર્બ કરતા ટ્રૅક બિછાવવાની દિશામાં ટ્રાયલ પ્રોડક્શન શરૂ કરવામાં આવી રહ્યું હોવાથી મુંબઈગરાનો કોલાબા-બાંદરા-સીપ્ઝ વચ્ચેનો મેટ્રો-3 કૉરિડોરનો પ્રવાસ વધુ સરળ બનશે.

વડાલામાં શરૂ કરવામાં આવેલી સુવિધામાં અદ્યતન ટેક્નૉલૉજી સાથેનાં સ્લિપર બૉક્સ બનાવવામાં આવી રહ્યાં છે. એ માટેનું બીજું મશીન પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે.

ભારતમાં આ પ્રકારના ટ્રૅક પ્રથમ વાર ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે, જે સામાન્ય કરતાં 22 વાઇબ્રેશન ડેસિબલ સુધીના કંપનનું શોષણ કરી શકે છે.

હેરિટેજ સ્ટ્રક્ચર્સ, ગીચ વિસ્તારો અને હૉસ્પિટલો, શાળાઓ, કૉલેજો, સ્ટુડિયો જેવા સંવેદનશીલ રિસેપ્ટર્સ ધરાવતા મુંબઈ જેવા શહેર માટે આ ટ્રૅક શ્રેષ્ઠ છે.

સંપૂર્ણ પ્રોજેક્ટ માટે કુલ 201600 સ્લિપર બ્લૉક્સની આવશ્કતા પૂરી કરવા માટે બન્ને મશીન્સ દર મહિને 12000 સ્લિપર બ્લૉક્સ કાસ્ટ કરશે. મુસાફરોને ઓછા કંપનવાળી સફર માટે બુટ્સ એ ટ્રૅકનો અત્યંત મહત્વનો હિસ્સો છે.

mumbai mumbai news bandra colaba