કૉલેજો અને યુનિવર્સિટીઓ રી-ઓપન કરવા યુજીસીએ ગાઇડલાઇન્સ જાહેર કરી

06 November, 2020 09:20 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કૉલેજો અને યુનિવર્સિટીઓ રી-ઓપન કરવા યુજીસીએ ગાઇડલાઇન્સ જાહેર કરી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળાના માહોલમાં યુનિવર્સિટીઓ અને કૉલેજો ફરી શરૂ કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ બહાર પાડી છે. કેન્દ્ર સરકારે શિક્ષણ સંસ્થાઓને રી-ઓપન કરવા બાબતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાની સૂચના આપી છે, પરંતુ રોગચાળાને ધ્યાનમાં રાખીને ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. જોકે શાળાઓ-કૉલેજો ૩૦ નવેમ્બર સુધી બંધ નહીં રાખવા બાબતે છૂટછાટો અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું.


૧. ફક્ત કન્ટેનમેન્ટ ઝોન્સની બહારની શિક્ષણ સંસ્થાઓ ખોલવી-સીક્વન્સમાં.
૨. અભ્યાસનું છ દિવસનું અઠવાડિયું રાખવું અને એમાં અત્યાર સુધી અભ્યાસમાં થયેલું નુકસાન સરભર કરવાની જોગવાઈ કરવી.
૩. ફિઝિકલ ડિસ્ટન્સિંગનું ઉચિત પાલન કરી શકાય એ રીતે ક્લાસીસની સાઇઝ ઘટાડવી.
૪. શિક્ષકોના ટીચિંગ અવર્સ વધારવાનો નિર્ણય જરૂરિયાત મુજબ શિક્ષણ સંસ્થા લઈ શકે.
૫. હૉસ્ટેલ્સમાં રૂમ શૅરિંગની પરવાનગી ન આપવી અને જો કોઈ વિદ્યાર્થીને કોરોનાનાં લક્ષણો હોય તો તેને હૉસ્ટેલમાં ન રાખવો.
૬. વિષાણુ-વાઇરસનો પ્રસાર રોકવા સૅનિટાઇઝેશન, સ્ક્રીનિંગ વગેરે બાબતોની વ્યવસ્થા કરવાની રહેશે.
૭. ઘેરબેઠાં ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી શિક્ષણ સંસ્થાએ ઉપલબ્ધ કરાવવાની રહેશે.

coronavirus covid19 mumbai mumbai news