સિલિન્ડર બ્લાસ્ટમાં 15 વર્ષની કિશોરી ભડથું

26 November, 2020 07:28 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સિલિન્ડર બ્લાસ્ટમાં 15 વર્ષની કિશોરી ભડથું

પ્રતીકાત્મક તસવીર

સાકીનાકાના જરીમરી વિસ્તારમાં આવેલી એક ચાલમાં મંગળવારે રાત્રે સાડાનવ વાગ્યાના સુમારે ગૅસ સિલિન્ડરનો બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ૧૫ વર્ષની એક છોકરીનું મૃત્યુ થયું હતું તથા આઠ વર્ષના એક બાળક સહિત પાંચ જણાને ઈજા પહોંચી હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્લાસ્ટમાં ચાર બાળકો અને બે મહિલાઓને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, અહીં ડૉક્ટરોએ ૧૫ વર્ષની અલમાસ નામની એક યુવતીને હૉસ્પિટલમાં પહોંચતાની સાથે જ મૃત જાહેર કરી હતી.

પાંચ ઈજાગ્રસ્તોમાં ત્રણ બાળકો અને બે મહિલાઓ હતી, જેમાંના એક બાળકની વય આઠ વર્ષની અને એક મહિલાની વય ૬૦ વર્ષની હતી. જોકે આ તમામ એક જ પરિવારના છે કે કેમ તે વિશે જાણકારી મળી શકી નહોતી. આગ બુઝાવવાની કોશિશમાં રાત્રે લગભગ ૯.૫૫ વાગ્યે સફળતા મળી હતી. અધિકારીઓએ જણાવ્યા મુજબ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

mumbai mumbai news sakinaka brihanmumbai municipal corporation