Mumbai: TV એક્ટ્રેસ સાથે અનેકવાર રેપ, ઓશવિરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

06 March, 2021 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mumbai: TV એક્ટ્રેસ સાથે અનેકવાર રેપ, ઓશવિરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

મુંબઇમાં એક ટીવી એક્ટ્રેસ સાથે લગ્નનો ખોટો વાયદો કરીને અનેક જગ્યાએ અનેક વાર રેપ કરવામાં આવ્યું. ટેલીવિઝન એક્ટ્રેસના રિપોર્ટ પર મુંબઇ પોલીસે એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ઓશવિરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. મુંબઇ બેઝ્ડ ટેલીવિઝન એક્ટ્રેસે પોતાના નિવેદનમાં આરોપ મૂક્યો છે કે આરોપીએ અનેક વાર તક ઝડપી તેની સાથે લગ્નને નામે બળાત્કાર કર્યો છે. પોલીસે કહ્યું કે આઇપીસીની અનેક ધારાઓ હેઠળ એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

જણાવવાનું કે મુંબઇમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી રહે છે, જ્યાં લગ્નને નામે શારીરિક સંબંધ બાંધવામાં આવે અને પછી તેમાં બળાત્કારની ધારાઓ હેઠળ રેપ કેસ નોંધાવવામાં આવે છે.

mumbai mumbai news mumbai crime news Crime News sexual crime