ટીઆરપી સ્કૅમ : વધુ બે આરોપીની ધરપકડ

21 October, 2020 01:47 PM IST  |  Mumbai | Vishal Singh

ટીઆરપી સ્કૅમ : વધુ બે આરોપીની ધરપકડ

આરોપી વિશાલ ભંડારી

ટીઆરપી કૌભાંડની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ૪૪ વર્ષના રામજી વર્મા અને ૩૭ વર્ષના દિનેશ વિશ્વકર્માની ધરપકડ સાથે આ કેસમાં થયેલી ધરપકડનો કુલ આંકડો ૮ પર પહોંચ્યો છે.અત્યાર સુધી કરાયેલી ધરપકડમાં દિનેશ વિશ્વકર્માની ધરપકડ અતિમહત્ત્વની ગણાય છે. રિપબ્લિકન ટીવીના ૩ ઑફિસરોને બુધવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રામજી વર્મા અને દિનેશ વિશ્વકર્માની ધરપકડ થઈ હોવાનું પોલીસ-ઑફિસર સચિન વઝેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9, પ્રૉપર્ટી સેલ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટે સંયુક્ત કાર્યવાહી કરીને રામજી વર્માને તેના વરલીના ઘરેથી, જ્યારે દિનેશ વિશ્વકર્માને મુંબઈ ઍરપોર્ટ પરથી ઝડપી લેવાયો હતો. ઉમેશ મિશ્રાની પૂછપરછમાં રામજી વર્માનું નામ બહાર આવતાં તેની ધરપકડ કરાઈ હતી. રામજી વર્મા ૨૦૧૩થી ૨૦૧૫ દરમ્યાન હંસા રિસર્ચર્સમાં કામ કરતો હતો. રામજી વર્મા ઉમેશને પૈસા આપતો હતો જે ઉમેશ કસ્ટમરોમાં વહેંચતો હતો. એ જ રીતે વિશાલ ભંડારીની પૂછપરછમાં દિનેશ વિશ્વકર્માનું નામ બહાર આવ્યું હતું. દિનેશ વિશ્વકર્મા પણ પહેલાં હંસા રિસર્ચર્સ માટે જ કામ કરતો હતો. તે આજે વારાણસીથી ફ્લાઇટમાં મુંબઈ આવ્યો હતો ત્યારે ઍરપોર્ટ પર જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી પકડાયેલા બધા આરોપીઓ દિનેશ વિશ્વકર્મા સાથે સંપર્કમાં હતા

Crime News mumbai crime news mumbai police vishal singh