કાંદિવલી રેલવે-સ્ટેશન નજીક ટ્રેન ડમ્પર સાથે અથડાઈ

21 July, 2020 11:52 AM IST  |  Mumbai | Agencies

કાંદિવલી રેલવે-સ્ટેશન નજીક ટ્રેન ડમ્પર સાથે અથડાઈ

કાંદિવલી રેલવે-સ્ટેશન નજીક ટ્રેન ડમ્પર સાથે અથડાઈ

અમ્રિતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન ગઈ કાલે કાંદિવલી સ્ટેશન નજીક ડમ્પર-ટ્રક સાથે અથડાયું હોવાનું તથા એમાં કોઈ જાન-માલનું નુકસાન થયું ન હોવાનું એક રેલવે અધિકારીએ કહ્યું હતું.

આ બનાવ બપોરે ૧૨.૩૦ વાગ્યે બન્યો હતો, જ્યારે કન્સ્ટ્રક્શનની સામગ્રી ભરેલું એક ડમ્પર રેલવેના પાટા નજીક પાર્ક થયેલું હતું ત્યારે અમ્રિતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન ડમ્પર સાથે અથડાયું હતું. જોકે એમાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નહોતી એમ પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું હતું.

એન્જિનની એક બાજુએ ગોબો પડી ગયો હતો અને રેલવે-પરિસર તથા ડમ્પરને નુકસાન થયું હતું. આ ઘટના બાદ ટ્રેન ૪૫ મિનિટ સુધી રોકાઈ હતી અને પછીથી આગળની મુસાફરી શરૂ કરી હતી. બોરીવલીમાં ટ્રેનનું એન્જિન બદલવામાં આવ્યું હતું અને ટ્રક-ડ્રાઇવરની અટક કરવામાં આવી હતી તથા વાહન જપ્ત કરવામાં આવ્યું હતું.

mumbai mumbai news western railway bandra indian railways kandivli