મુંબઈ ટ્રાફિક પોલીસે સ્વિગી, ઝોમેટો, ડોમિનોઝને નોટિસ ફટકારી છે, જાણો

19 February, 2020 07:40 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ ટ્રાફિક પોલીસે સ્વિગી, ઝોમેટો, ડોમિનોઝને નોટિસ ફટકારી છે, જાણો

ડિલિવરી-બૉય

મુંબઈભરમાં રોજના ફૂડ ડિલિવર કરતા ૩૦ જેટલા ડિલિવરી-બૉય્‍ઝ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં પકડાય છે. ખાસ કરીને રૅશ ડ્રાઇવિંગ અને કોઈ પણ જગ્યાએ પાર્કિંગ કરતાં તેઓ પકડાય છે. મુંબઈ પોલીસ પણ તેમના એ રૅશ ડ્રાઇવિંગથી પરેશાન છે. તેમને એમ કરતા રોકવાના ઘણા પ્રયાસ થયા છે, પણ આની પાછળનું મુખ્ય કારણ સ્વિગી, ઝોમૅટો, ડૉમિનોઝ અને અન્ય કંપનીઓ દ્વારા ગ્રાહકને ચોક્કસ સમયમર્યાદામાં ફૂડની ડિલિવરી કરવાનું પ્રૉમિસ હોય છે અને એને માટે વપરાતું સૉફ્ટવેર છે. જો સમયસર ફૂડની ડિલિવરી ન થાય તો એ ફૂડ કંપની ફ્રી ઑફર કરે છે એથી ફૂડ ડિલિવરીનું એ પાર્સલ ચોક્કસ ગણતરીની મિનિટમાં પહોંચાડવા ડિલિવરી-બૉય્‍ઝ રૅશ ડ્રાઇવિંગ કરતા હોવાનું જણાયું છે. હવે ટ્રાફિક-પોલીસે કંપનીઓને વિનંતી કરી છે કે ડિલિવરી-બૉય્‍ઝના પર્ફોર્મન્સની ચકાસણી માટે ટાઇમસર ડડિલિવરીને જે રીતે મહત્ત્વ અપાય છે એમાં થોડો ફેરફાર કરીને ૫૦ ટકા ડિલિવરીના સમય અને ૫૦ ટકા સેફ ડ્રાઇવિંગને ફાળવો.

આ પણ વાંચો : મુંબઈ: અંધેરી સ્ટેશને એસ્કેલેટરે ચાલ બદલી

જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) મધુકર પાંડેએ કહ્યું છે કે ‘ટ્રાફિક ડિપાર્ટમેન્ટે કંપનીઓને આ બદલ નોટિસ મોકલાવી છે. જો એમ છતાં નિયમનો ભંગ થશે તો કંપનીઓના પદાધિકારીઓની મીટિંગ બોલાવાશે.

mumbai news swiggy zomato mumbai traffic arita sarkar