Mumbai Traffic: સાકીનાકામાં ઑડ-ઇવન પાર્કિંગ નિયમો કરાયા લાગુ- છેક ઓગસ્ટની આ તારીખ સુધી રહેશે અમલમાં

20 May, 2026 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Traffic પોલીસે ભીડને પહોંચી વળવા અને ઇમરજન્સી અને જરૂરી સેવા આપતા વાહનોની અવરજવર સરળ રહે તે માટે સાકીનાકા ટ્રાફિક વિભાગના કેટલાક રસ્તાઓ પર કામચલાઉ ઓડ-ઇવન પાર્કિંગ પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

સાકીનાકા ટ્રાફિક વિભાગ (Mumbai Traffic) દ્વારા કેટલાક રસ્તાઓ પર કામચલાઉ ઓડ-ઇવન પાર્કિંગ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઇસ્ટર્ન સબઅર્બન ટ્રાફિકના કાર્યાલય દ્વારા આ બાબતે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તે અનુસાર અસરગ્રસ્ત રસ્તાઓ સાંકડા હોઇ બંને બાજુએ પાર્ક કરેલા વાહનોને કારણે ટ્રાફિક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયું છે. તેથી જ પાર્કિંગ પ્રતિબંધનો આદેશ આજથી બુધવારથી અમલમાં મૂકવામાં આવેલ છે.

મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic) ભીડને પહોંચી વળવા અને ઇમરજન્સી અને જરૂરી સેવા આપતા વાહનોની અવરજવર સરળ રહે તે માટે સાકીનાકા ટ્રાફિક વિભાગના કેટલાક રસ્તાઓ પર કામચલાઉ ઓડ-ઇવન પાર્કિંગ પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે.

ઓડ-ઇવન પાર્કિંગ નિયમ હેઠળ આવતા રસ્તાઓ

મેઇન સ્ટ્રીટ રોડ (ગેલેરિયા સર્કલથી સ્વામીનારાયણ સર્કલ સુધી) 
હાઈ સ્ટ્રીટ રોડ (ડી માર્ટ સર્કલથી હેરિટેજ બિલ્ડિંગ સુધી) 
ફોરેસ્ટ સ્ટ્રીટ રોડ (ઓર્કિડ એવન્યુથી ઈડન ગાર્ડન જંક્શન સુધી)
સાકી વિહાર રોડ (પીડબ્લ્યુડી ઓફિસ રોડથી વેસ્ટિન હોટલ તરફ આંબેડકર ઉદ્યાન સુધી)

એકઝેકટલી આ પાર્કિંગનો નિયમ કામ કેવી રીતે કરશે?

આપવામાં આવેલ આદેશ મુજબ (Mumbai Traffic) રસ્તાની બંને બાજુઓ પર ઓડ-ઇવન ડેટ પાર્કિંગનું નિયમન કરવામાં આવશે. ઇવન નંબરવાળી તારીખોએ રસ્તાની ઉત્તર બાજુએ પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે. જ્યારે ઓડ નંબરની તારીખો પર વાહનો ફક્ત દક્ષિણ બાજુએ જ પાર્ક કરી શકાશે.

ઓગસ્ટ સુધી લાગુ રહેશે પ્રતિબંધ

આ કામચલાઉ પાર્કિંગ પ્રતિબંધનો આદેશ 20 મે, 2026થી અમલમાં આવી ગયો છે અને તે 19 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે.

ટ્રાફિક પોલીસે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે અને વિસ્તારમાં વાહનોની (Mumbai Traffic) અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે સુધારેલા પાર્કિંગ નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે. 

પોલીસે પૂર્વીય ઉપનગરોમાં ઓડ-ઇવન પાર્કિંગના નિયમો લાગુ કર્યા

ટ્રાફિકને હળવો કરવાને માટે મુંબઈ ટ્રાફિક પોલીસે પૂર્વીય ઉપનગરોમાં ઘણા રસ્તાઓ પર ઓડ-ઇવન પાર્કિંગ પ્રતિબંધો લાદ્યા હતા.  આ પ્રતિબંધો મંગળવાર, 19 મેથી અમલમાં આવ્યા છે અને 18 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. મોટર વાહન અધિનિયમ, 1988ની જોગવાઈઓ હેઠળ સોમવારે, 18 મેના રોજ આ આદેશો જારી કરવામાં આવ્યા હતા.

આ પ્રતિબંધો શા માટે?

મુલુંડ, ચેમ્બુર, ચુનાભટ્ટી, ટ્રોમ્બે, માનખુર્દ, વિક્રોલી, કાંજુરમાર્ગ અને ઘાટકોપરમાં ઘણા રસ્તાઓ સાંકડા છે. આ રસ્તાઓ (Mumbai Traffic) પર બંને બાજુએ પાર્કિંગ થતું હોવાને કારણે ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને તેમાં ઇમરજન્સી અને આવશ્યક સેવા આપતા વાહનોની અવરજવરમાં અવરોધ આવી રહ્યો છે. માટે ભીડ ઓછી કરવા પોલીસે આ માર્ગો પર ઓડ-ઇવન પાર્કિંગના નિયમો રજૂ કર્યા છે. નવી સિસ્ટમ હેઠળ તારીખના આધારે રસ્તાની એક બાજુ જ પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે. ટૂંકમાં, ઇવન નંબરવાળી તારીખોએ વાહનો રસ્તાની ઉત્તર બાજુએ પાર્ક કરી શકાય છે. અને ઓડ નંબરવાળી તારીખોએ વાહનો રસ્તાની દક્ષિણ બાજુએ. આ પ્રતિબંધો સત્તાવાર આદેશોમાં ઉલ્લેખિત ચોક્કસ પટ્ટાઓ પર લાગુ પડે છે.

mumbai news mumbai sakinaka mulund mumbai traffic mumbai traffic police andheri