આ મહિલાએ RTO અધિકારીને માર્યો, સંજય રાઉતે ગુસ્સામાં કહ્યું આ...

24 October, 2020 08:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મહિલાએ RTO અધિકારીને માર્યો, સંજય રાઉતે ગુસ્સામાં કહ્યું આ...

ફાઈલ તસવીર

દક્ષિણ મુંબઈના કાલબાદેવીમાં એક મહિલા હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હિલરમાં જતી હતી ત્યારે એક RTO અધિકારીએ તેને રોક્યો ત્યારબાદ વિવાદ થતા આ મહિલાએ પબ્લિકમાં જ અધિકારીને ઢોર માર માર્યો હતો. વીડિયો સોશ્યલ મીડિયામાં બપોરથી વાયરલ થઈ રહ્યો હતો.

શિવસેનાના નેતા સંજય રાઉતે પણ આ વીડિયો જોઈને પ્રતિક્રિયા વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, સંબંધિત મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ કેમ કે આ મુંબઈ પોલીસના સન્માનનો સવાલ છે.

સંજય રાઉતે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને પણ ટૅગ કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, કાલ્બાદેવીના કોટન એક્સચેન્જ નાકા ઉપર શુક્રવારે RTO એકનાથ પારઠેએ એક ટુ-વ્હિલરમાં પ્રવાસ કરતી મહિલાને રોકી હતી કારણ કે તે મહિલાએ હેલ્મેટ પહેર્યું નહોતું. ત્યારબાદ દંડ માટે વિવાદ થયો અને અધિકારીની કથિતરૂપે મારપીટ કરી હતી.

આ મહિલાનું કહેવું હતું કે આરટીઓ અધિકારીએ ગાળ આપી હતી, જોકે કોન્સ્ટેબલે આ વાતનો ખોટી ગણાવી હતી. જ્યારે પારઠેની મારપીટ થઈ રહી હતી ત્યારે ભીડ જમા થઈ ગઈ અને લોકો રેકોર્ડિંગ કરવા લાગ્યા હતા. થોડીવાર બાદ એક મહિલા પોલીસ અધિકારીએ આવીને આરોપી સાદિકા રમાકાંત તિવારી (30) અને મોહસિન ખાન (26)ને લોકમાન્ય ટીળક માર્ગ પોલીસ સ્ટેશમાં લઈ ગયા હતા. બંને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દરમિયાન પોલીસે નિવેદન આપ્યું કે, પારઠેએ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો નહોતો અને તે સભ્યતાથી આરોપી સાથે વર્તન કરી રહ્યો હતો. આરોપી મહિલા દ્વારા મારપીટ થતી હોવા છતાં તેમ જ તે ગાળો આપતી હોવા છતાં પોતાનું ધૈર્ય ન ગુમાવવા બદલ જોઈન્ટ પોલીસ કમિશનર યશસ્વી યાદવે કોન્સ્ટેબલની પ્રશંસા કરી હતી.

sanjay raut twitter viral videos mumbai police