કો-ઑર્ડિનેશનમાં તકલીફ થતી હોવાથી મુંબઈ માટે એક જ પ્લાનિંગ ઑથોરિટી

13 May, 2022 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ દિશામાં કામ ઑલરેડી શરૂ થઈ ગયું છે

ફાઇલ તસવીર

અંદાજે દોઢ કરોડની વસ્તી ધરાવતા મુંબઈમાં ૧૬ સરકારી એજન્સીઓ છે જે ૪૨ પ્રકારની સિવિક ફૅસિલિટી પ્રોવાઇડ કરે છે. જોકે તેમની બધાની વચ્ચે કો-ઑર્ડિનેશનની બહુ જ સમસ્યાઓ થતી હોય છે. એથી આ બધા વચ્ચે સમન્વય સધાય અને કામ પણ ઝડપથી થઈ શકે એ માટે એક જ પ્લાનિંગ ઑથોરિટી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું  રાજ્યના પર્યાવરણ અને પ્રવાસનપ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ કારણે રાજ્યના ઍડ્મિનિસ્ટ્રેશનને પણ સરળતા રહેશે અને લોકોને પણ ફાયદો થશે. આદિત્ય ઠાકરેએ આ સંદર્ભે વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈ જેવા શહેર માટે એ સોળેસોળ એજન્સીઓ એક છત્ર હેઠળ આવે એ જરૂરી છે. એની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીઓ અલગ-અલગ હોઈ શકે, પણ પ્લાનિંગ ઑથોરિટી તો એક જ હોવી જોઈએ. જોકે એના અસરકારક અમલીકરણ માટે સીઈઓની નિમણૂક કરવા કરતાં મેયરને જ એ માટે વધુ સત્તા આપવાનું સરકાર વિચારી રહી છે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation aaditya thackeray