કોરોના ઇફેક્ટ: 44 કરોડ રૂપિયાના ખર્ચે હવે ક્વૉરન્ટિન ફૅસિલિટી બંધાશે

24 February, 2020 07:44 AM IST  |  Mumbai | Arita Sarkar

કોરોના ઇફેક્ટ: 44 કરોડ રૂપિયાના ખર્ચે હવે ક્વૉરન્ટિન ફૅસિલિટી બંધાશે

કસ્તુરબા હૉસ્પિટલ

કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ના ચેપ અને શહેરમાં જોવા મળેલા શંકાસ્પદ કેસને ધ્યાનમાં રાખતાં બીએમસી ચેપી રોગની સારવાર માટે સમર્પિત સુવિધા વિકસાવવા વિશે વિચારી રહી છે. બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બીએમસીએ ચિંચપોકલીની કસ્તુરબા હૉસ્પિટલમાં ૪૪ કરોડ રૂપિયાના ખર્ચે ક્વૉરન્ટિન સુવિધા વિકસાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેનો ખર્ચ તેઓ ચાલુ વર્ષના બજેટમાં ઍડ્જસ્ટ કરશે.

કસ્તુરબા બિલ્ડિંગના પરિસરમાં ૧૦ જેટલાં વૉર્ડ -બિલ્ડિંગ્સ છે જેમાં વિવિધ રોગની સારવાર થાય છે. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હૉસ્પિટલના ૧૫ નંબરના વૉર્ડનું બિલ્ડિંગ જર્જરિત છે, જેના સ્થાને ઉપલબ્ધ એફએસઆઇના આધારે નવું ચાર માળનું બિલ્ડિંગ બાંધવામાં આવશે.

આ નવા બિલ્ડિંગમાં ૧૪૫ ખાટલા હશે, જેમાં સંસર્ગજન્ય રોગ ધરાવતા રોગીઓ માટે ઍરકન્ડિશન્ડ, ઇન્ટરનેટ અને ટેલિવિઝન જેવી સુવિધા ધરાવતા નેગેટિવ પ્રેશર આઇસોલેશન રૂમ હશે. હાલમાં હૉસ્પિટલમાં ૨૮ ખાટલાની સુવિધા છે, જે એચ૧એન૧નો ચેપ ફેલાયો એ વખતે આઇસોલેશન વૉર્ડ તરીકે વિકસાવવામાં આવ્યો હતો. નેગેટિવ પ્રેશર આઇસોલેશન રૂમમાં ૩૦ બેડ હશે, જ્યારે બાકીના બેડ સારવારથી સારા થઈ રહેલા દરદીઓ માટે હશે.

સંસર્ગજન્ય રોગ માટેની સુવિધા ઉપરાંત કસ્તુરબા હૉસ્પિટલમાં રેફરન્સ લૅબોરેટરી પણ વિકસાવવામાં આવશે. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી ઉપરાંત કસ્તુરબા હૉસ્પિટલમાં પણ કોવિડ-૧૯ના ટેસ્ટિંગની સુવિધા વિકસાવવામાં આવશે અને પૉઝિટિવની જેમ નેગેટિવ સૅમ્પલની પણ અનેક વેળા ચેકિંગ થશે.

સુરેશ કાકાનીએ કહ્યું હતું કે અમે બીએમસીના કમિશનર સમક્ષ અમારી દરખાસ્ત રજૂ કરી છે. જો દરખાસ્ત મંજૂર નહીં કરાય તો બીએમસીની જનરલ બૉડી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

brihanmumbai municipal corporation mumbai coronavirus h1n1 virus mumbai news arita sarkar