ફડણવીસ સરકારે કોસ્ટલ રોડ અને સી-લિન્ક વચ્ચે કોસ્ટલ રોડ પસંદ કર્યો

16 November, 2014 05:58 AM IST  | 

ફડણવીસ સરકારે કોસ્ટલ રોડ અને સી-લિન્ક વચ્ચે કોસ્ટલ રોડ પસંદ કર્યો



ત્યાર બાદ આ પ્રસ્તાવ મંજૂરી માટે વન અને પર્યાવરણ મંત્રાલયને મોકલવામાં આવશે. મુખ્ય પ્રધાનની ઑફિસ આ પ્રોજેક્ટ માટે મુખ્યત્વે બે કારણોને લઈને ખાસ મંજૂરીની માગણી કરશે, આ પ્રોજેક્ટ માટે લાગનારો ઓછો ખર્ચ અને આ કોસ્ટલ રોડ સાથે ખુલ્લી જગ્યાઓને (લગભગ ૭૫ એકર) ઊભી કરવાની તક. હવે જોવાનું એ છે કે આ પ્રોજેક્ટ માટે ઘ્ય્ક્ષ્ નિયમો બદલી શકાશે કે નહીં. હાલની પરિસ્થિતિમાં ૨૦૧૧ના નોટિફિકેશનમાં સુધારા કરવા પડશે. આથી સી-લિન્ક પ્રોજેક્ટોના ભવિષ્ય પર પડદો પડી ગયો છે.

કોસ્ટલ રોડની વિગતો

નરીમાન પૉઇન્ટથી કાંદિવલી સુધીનો આ કોસ્ટલ રોડ ૩૫.૬ કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૮૦૦૦ કરોડ રૂપિયા છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારનો આ પહેલો મેગા પ્રોજેક્ટ હશે.