કોરોના સામે લડવા સુધરાઈના અધિકારીઓ 30 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે

18 March, 2020 09:42 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોના સામે લડવા સુધરાઈના અધિકારીઓ 30 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં વધી રહેલી મહામારી કોરોનાથી શહેરને બચાવવા મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ કાલે એક સ્ટૅન્ડિગ કમિટીની મીટિંગ બોલાવી હતી. મીટિંગમાં બીએમસી અધિકારીઓને કોરોનાથી લોકોને બચાવવા ૩૦ કરોડ અથવા એથી વધુનો ખર્ચ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ ખર્ચનો ઉપયોગ ક્વૉરન્ટીન એરિયા, લઈબોરેટરી, મશીનરી અને પ્રાઇવેટ ડૉક્ટરો રાખવા માટે કરવામાં આવશે. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ને માત આપવા આઇસોલેશન બેડ્સ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે બીએમસીના કાયદા અનુસાર કોઈ પણ પૈસાનો ઉપયોગ કરતા પહેલાં સ્ટૅન્ડિંગ કમિટીની મીટિંગમાં તેની મંજૂરી મેળવી લેવાની હોવાથી ગઈ કાલે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટૅન્ડિગમાં પાસ કરવામાં આવેલા પ્રપોઝલમાં ઑથોરિટીને ફન્ડનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી.

કોરોનાના સૌથી વધુ કેસો શહેરની કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે ત્યારે સ્ટૅન્ડિંગની મીટિંગમાં બીજેપીના ઘણા કૉર્પોરેટર્સે કસ્તુરબા હૉસ્પિટલમાં ગંદકીની ફરિયાદ કરી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. કૉર્પોરેટર મકરંદ નાર્વેકરે કસ્તુરબા હૉસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર ન હોવાની વાત કહી હતી. બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ શંકાસ્પદ દરદીઓની કરવામાં આવતી તપાસ અંગે માહિતી આપી હતી.

આટલો ખર્ચ કરી શકશે

ઍડિશનલ કમિશનર : ૫થી ૧૦ કરોડ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર : ૧થી ૫ કરોડ
અસિસ્ટન્ટ કમિશનર : ૨૫ લાખ
કેઈએમ ડીન : ૫૦ લાખ

prajakta kasale mumbai mumbai news coronavirus