મુંબઈ : IGCSE બોર્ડમાં ઝળકેલા ગુજરાતી સિતારાઓ

27 May, 2020 10:16 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : IGCSE બોર્ડમાં ઝળકેલા ગુજરાતી સિતારાઓ

ઓમ રાકેશ મહેતા, ટીયા વોરા અને જય દેવાંગ જીમુલિયા

આઈજીસીએસઈ કૅમ્બ્રિજ ઇન્ટરનૅશનલ બોર્ડ એક્ઝામિનેશનમાં વગર કોઈ ક્લાસિસ અને જાતમહેનતે ઓમ રાકેશ મહેતાને સાયન્સ વિભાગમાં ૯૬ ટકા, 7A* ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયો હતો. પોતાની સફળતા માટે ઓમ પોતાની ફૅમિલીને સહભાગી માને છે. ઓમ ઘાટકોપરમાં આવેલી ધ યુનિવર્સલ સ્કૂલનો ટૉપર છે. ઑનલાઇન રિચર્સ કરી નિયમિતપણે હું નોટ્સ બનાવતો અને રિવિઝન કરતો એમ કહેતાં ઓમ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે. મારો ફ્યુચર ગૉલ સાયન્સ લાઇન લઈને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવાનો છે. AI (artificial intelligence)માં મને ખૂબ રસ છે. અંધેરીમાં રહેતા જય દેવાંગ જીમુલિયાએ આઈજીસીએસઈ કૅમ્બ્રિજ ઇન્ટરનૅશનલ બોર્ડ એક્ઝમિનેશનમાં ૯૭.૨ ટકા, 10A* ગ્રેડ સાથે વિલે પાર્લેમાં આવેલી SVKM JV પારેખ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ફર્સ્ટ રૅ‍ન્ક લાવનાર જયે નવ સબ્જેક્ટ્સનો જાતે અભ્યાસ કર્યો અને એક ઍડિશનલ મૅથ્સ સબ્જેક્ટ માટે માત્ર ક્લાસ રાખ્યા હતા જેમાં જય વર્લ્ડ ટૉપર છે. જય જીમુલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મને મુઝિકનો શોખ હોવાથી હું કી-બોર્ડ પર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક પણ શીખી રહ્યો છું અને ટૂંક સમયમાં સિનિયર ડિપ્લોમાની પરીક્ષા પણ આપીશ.

ઘાટકોપરમાં રહેતી ટીયા મિતુલ વોરાએ આઈજીસીએસઈ કૅમ્બ્રિજ ઇન્ટરનૅશનલ બોર્ડ એક્ઝામિનેશનમાં 95.25 ટકા, 8A* સાથે ઉત્તીર્ણ થઈ હતી. સ્ટડી પર ફોક્સ કર્યું, પરંતુ આજસુધી મેં ક્યારેય પ્રેશર લીધું નથી, એમ કહેતાં ટીયા વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે રેગ્યુલર મારો અભ્યાસ કરી લેતી અને માત્ર પરીક્ષાના છેલ્લા બે મહિના જ મેં ક્લાસિસ જૉઇન કર્યાં હતાં. બાકી હું જાતે જ અભ્યાસ કરતી અને મારા નોટ્સ બનાવી લેતી હતી. મારો ફ્યુચર ગૉલ એમબીએ કરવાનો છે.

ઓમ રાકેશ મહેતા, ટીયા વોરા અને જય દેવાંગ જીમુલિયા

mumbai mumbai news