Mumbai: ડબ્બાવાળા સહિત આ લોકોને પણ મળી મુંબઇ લોકલમાં પ્રવાસની પરવાનગી

07 October, 2020 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mumbai: ડબ્બાવાળા સહિત આ લોકોને પણ મળી મુંબઇ લોકલમાં પ્રવાસની પરવાનગી

Mumbai: ડબ્બાવાળા સહિત આ લોકોને પણ મળી મુંબઇ લોકલમાં પ્રવાસની પરવાનગી

કોરોના લૉકડાઉનને કારણે જહેમત ઉઠાવતા મુંબઇ (Mumbai)ના ડબ્બાવાળા (Dabbawala)માટે સારા સમાચાર છે. મુંબઇના ડબ્બાવાળા, વિદેશી દૂતાવાસ અને ઉચ્ચ આયોગના કર્મચારીઓને જરૂરી સેવાઓના કર્મચારીઓ માટે ચલાવવામાં આવતી લોકલ ટ્રેનો (Local Train)માં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

મુંબઇની ઑફિસમાં કામ કરતાં લોકોને સમયસર તેમનું ટિફિન પહોંચાડનારા મુંબઇના ડબ્બાવાળા છેલ્લા 130 વર્ષથી લોકોને આ ટિફિન સેવા આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આટલા લાંબા સમયના ઇતિહાસમાં આવું ક્યારેય નથી થયું જે છ મહિનાનો બ્રેક મળ્યો. આ સેવાને ફરી સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવા માટે તેમને જરૂરી સેવાના કર્મચારીઓ માટે દોડાવવામાં આવતી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી માગી હતી. સાંપ્રત સમયમાં, Covid-19ના પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા ડબ્બાવાળાઓ પોતાની સાઇકલ પર દક્ષિણ મુંબઇ ક્ષેત્ર સુધી ટિફિન પહોંચાડતા હતા તેમણે લોકલ ટ્રેનમાં પ્રવાસ માટેની પરવાનગી મળવા અંગે રાજીપો વ્યક્ત કર્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું કે 30 સપ્ટેમ્બપના મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલૉક દિશા-નિર્દેશોના આધારે, તે ડબ્બાવાળાને સ્થાનિક ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી દીધી છે. રેલ મંત્રાલય તરફથી મળેલા નિર્દેશો પ્રમાણે, વિદેશી વાણિજ્ય દૂતાવાસો અને ઉચ્ચ આયોગોના કર્મચારીઓને પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

નોંધનીય છે કે મહાનગરમાં 5,000થી વધારે ડબ્બાવાળા ટિફિન ડિલીવરીનું કારભાર ચલાવે છે. COVID-19ના પ્રકોપ પહેલા, તે સામાન્ય કામકાજના દિવસોમાં ઑફિસ જનારા બે લાખથી વધારે ટિફિટ પહોંચાડતા હતા. તે સમયસર ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવતા લંચ બૉક્સને ચોક્કસ સમયે પહોંચાડવા માટે ઉપનગરીય ટ્રેનોનો ઉપયોગ કરે છે.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે કહ્યું કે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર ક્યૂઆર-કોડેડ આઇડી તેમની માટે ફરજિયાત હશે, પણ ડબ્બાવાળાએ રિક્વેસ્ટ કરી છે કે તેમણે પોતાના આઇડી પ્રૂફ પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવે. શિવાજી સુતારનું કહેવું છે કે, "જો મહારાષ્ટ્ર સરકાર તેમની માગ પર સહેમત થાય, તો અમે તેમને તેમના આઇડી કાર્ડ પર પ્રવાસ કરવાની પરવાનગી આપશું."

મુંબઇ ડબ્બાવાળા એસોસિએશનના પ્રવક્તા સુભાષ તાલેકરે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવા પર આનંદ વ્યક્ત કર્યો છે. તાલેકરે કહ્યું કે, આખરે છ મહિનાથી વધારે સમય પછી, અમે પોતાની સેવા ફરીથી શરૂ કરી શકીએ છીએ, હવે અમે અમારા ગ્રાહકો સાથે સંપર્ક કરશું અને તેમને ટિફિન સેવા ફરી શરૂ કરવા માટે રિક્વેસ્ટ કરશું. જો કે, કોરોનાવાયરસ મહામારીને કારણે સંપૂર્ણ ક્ષમતાઓ સાથે ફરી સેવા શરૂ કરવાને લઈને શંકા છે.

"મહામારી પહેલા, દરેક ડબ્બાવાળા પાસે એવરેજ 20થી 22 ગ્રાહક હતા. ત્યારે બધાં ગ્રાહકો તરત સેવા ફરી શરૂ કરશે તેના પર મને શંકા છે કારણકે કેટલાય લોકો હજી પણ ઘરેથી કામ કરી રહ્યા છે." અન્ય એક મુદ્દો એ પણ છે કે કેટલીય હાઉસિંગ સોસાયટી હજી પણ બહારના લોકોને પરિસરમાં જવા દેવાની પરવાનગી નથી આપતી. તાલેકરે કહ્યું કે ડબ્બાવાળાએ શરૂઆતમાં ચારથી પાંચ ગ્રાહકો સાથે પણ ટિફિન ડિલીવરી શરી કરી કારણકે તેમને ખબર છે કે બધુ સામાન્ય થવામાં સમય લાગશે.

mumbai mumbai news