ધરમ કરતાં ધાડ પડી

24 December, 2018 10:04 PM IST  |  | Rohit Parikh

ધરમ કરતાં ધાડ પડી

સચિનભાઈના રિલેટિવે આવીને અસ્તવ્યસ્ત ઘર જોઈને તરત જ પોલીસને બોલાવી હતી

ઘાટકોપર (વેસ્ટ)ની નવરોજી લેન ક્રૉસ લેનમાં આવેલા જૈન દેરાસરની બાજુમાં શનિવારે રાતના ૧૨.૩૦ વાગ્યા પછી ભોપાલ પાસે દિગમ્બર જૈન દેરાસરની પ્રતિષ્ઠા-મહોત્સવમાં ગયેલા શાહ પરિવારના ઘરના દરવાજા તોડીને લાખો રૂપિયાની માલમતાની ચોરી થઈ હતી. માલમતાનો પાકો આંકડો આજે શાહ પરિવાર ભોપાલથી ઘાટકોપર પહોંચ્યા પછી જ પોલીસને જાણવા મળશે. જોકે આ ચોરીથી ફફડી ગયેલા જૈન અને ગુજરાતી સમાજે તરતમાં અમલ આવે એવી રીતે દેરાસરની અને આસપાસના વિસ્તારોની સિક્યૉરિટીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

નવરોજી ક્રૉસ લેનના મધુકુંજના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા બિઝનેસમૅન સચિન શાહ ૨૦ ડિસેમ્બરે તેમના પરિવાર સાથે ભોપાલ પાસે આવેલા દિગમ્બર જૈન દેરાસરના પ્રતિષ્ઠા-મહોત્સવમાં ગયા હતા. સચિન શાહના ઘરમાં જિન મંદિર છે જેમાં પૂજા-અર્ચના કરવા એક પૂજારી રોજ સવારે નવ વાગ્યે આવતા હતા. ગઈ કાલે સવારે આ પૂજારી તેમના રોજિંદા સમયે જિન ગૃહમંદિરમાં પૂજા માટે આવ્યા ત્યારે તેમણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો છે. તેમને પહેલાં તો થયું કે ઘરમાં કોઈ આવ્યું હશે. ત્યાં તો તેમની નજર ગૃહમંદિરની બાજુની રૂમ પર ગઈ તો દરવાજાનાં લૉક તૂટેલાં હતાં અને રૂમના કબાટનો બધો જ સામાન ફેંદાઈને પડેલો હતો. આથી તેમને અજુગતું બન્યાનો અણસાર જતાં તરત જ સચિન શાહના એક રિલેટિવને ફોન કરીને બનાવની જાણ કરી હતી.

આ બાબતની માહિતી આપતાં પૂજારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સચિનભાઈના રિલેટિવે આવીને અસ્તવ્યસ્ત ઘર જોઈને તરત જ પોલીસને બોલાવી હતી. પોલીસતપાસમાં સચિનના ઘરમાં અને બહારના ભાગમાં લાગેલા ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજમાં એક સારા ઘરનો દેખાતો રૂપાળો યુવાન બૅગ ભરીને જતો દેખાય છે. ઘાટકોપર પોલીસે તરત જ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડૉગ-સ્ક્વૉડની મદદ લઈને ચોરીના બનાવની તપાસ શરૂ કરી હતી. જોકે સચિન શાહનો પરિવાર હાજર ન હોવાથી સચિનના ઘરમાંથી કેટલી માલમતા ચોરાઈ એનો આંકડો પોલીસને મYયો નહોતો.’

આ ચોરીની પ્રાથમિક તપાસમાં ચોરી કરનાર યુવાન જાણભેદુ લાગી રહ્યો છે એમ જણાવતાં ઘાટકોપરના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરની સાથે અન્ય સાથીદાર પણ હોવો જોઈએ. ચોરી કરનાર યુવાન મધુકુંજની બાજુમાં આવેલા પ્રદીપ નિવાસમાંથી દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો. આ બનાવ અંદાજે રાતના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બન્યો હતો. ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજમાં યુવાન સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેને લોખંડના સળિયાથી ઘરનાં અને કબાટનાં લૉક તોડ્યાં હતાં. અંદાજે આ યુવાન બે કલાક સુધી ઘરમાં રહ્યો હતો. નવાઈની વાત તો એ છે કે આ મધુકુંજમાં સિક્યૉરિટી હોવા છતાં સિક્યૉરિટી ગાર્ડને આ બનાવનો અણસાર સુધ્ધાં આવ્યો નહોતો. આ યુવાનની સાથે એક બીજો યુવાન પણ હતો જે દેરાસર પાસે ઊભા રહીને લોકોની અવરજવર પર નજર રાખતો હતો. ચોરી કર્યા પછી આ બન્ને યુવાનો ફોરવ્હીલરમાં પલાયન થઈ ગયા હોવા જોઈએ. અમે એની પણ તપાસ કરી રહ્યા છીએ.’

ઘરમાં ઘૂસેલા યુવાને ચોરી કરેલી માલમતા એક બૅગમાં ભરી દીધી હતી એમ જણાવીને પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘ચોરી કર્યા બાદ માલમતા ભરેલી બૅગ તે યુવાન ઊંચકી પણ શકતો નહોતો. આથી બૅગમાં મોટા પ્રમાણમાં સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ હોવાં જોઈએ. યુવાન બહાર પણ પ્રદીપ નિવાસમાંથી જ નીકYયો હતો. તેની બધી જ હિલચાલ સચિન શાહના ઘરના ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજમાં અને દેરાસરના ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજમાં ઝિલાઈ ગઈ છે. એના આધારે અમે ચોરીના બનાવની વધુ તપાસ કરી રહ્યા છીએ. અમે આ તપાસ માટે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડૉગ-સ્ક્વૉડની મદદ લીધી છે.’

આ બનાવ પછી દેરાસરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે અમારા વિસ્તારમાં સિક્યૉરિટી વધારવાનો નર્ણિય લીધો હતો એમ જણાવીને સ્થાનિક સામાજિક કાર્યકર પીયૂષ દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સચિન શાહ પ્રતિષ્ઠિત વાલચંદ હીરાચંદ ગ્રુપના પરિવારના છે. તેમના ઘરમાં સુરક્ષાની બધી જ વ્યવસ્થા હોવા છતાં થયેલી લાખો રૂપિયાની માલમતાની ચોરીથી અમે લોકો ફફડી ગયા છીએ. નવરોજી ક્રૉસ લેન અને નવરોજી લેનમાં દેરાસરને લીધે સીસીટીવી કૅમેરા લાગેલા છે. આમ છતાં બે વર્ષ પહેલાં પણ મધુકુંજમાં બીજા માળે ચોરીનો બનાવ બન્યો હતો. ફરીથી એ જ બિલ્ડિંગમાં બનાવ બનતાં અમે અમારા વિસ્તારની સિક્યૉરિટીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.’