કેવલ કક્કાને ટ્રૉફી તો રાષ્ટ્રપતિ સ્વહસ્તે આપશે

30 August, 2020 10:14 AM IST  |  Mumbai | Alpa Nirmal

કેવલ કક્કાને ટ્રૉફી તો રાષ્ટ્રપતિ સ્વહસ્તે આપશે

કેવલ કક્કા

‘જે ફીલ્ડમાં જાઉં એમાં સચિન તેન્ડુલકર બનું’ એવા ફોકસ સાથે માઉન્ટેનિયરિંગમા ઝંપલાવનાર કેવલ કક્કાએ સપનામાંય વિચાર નહોતો કર્યો કે સાહસ ક્ષેત્રમાં એક્સલન્સ માટે તેને ભારતનો સર્વોચ્ચતમ પુરસ્કાર મળશે. કેવલ કહે છે, ‘હા, એવરેસ્ટ ચડવો એનું સપનું મેં પર્વતારોહણમાં પ્રવેશ્યો ત્યારથી જોયું છે,  પરંતુ ઍડ્વેન્ચર માટે મને રાષ્ટ્રીય રેકગ્નિશન મળશે એ વિચાર તો ક્યારેય નથી આવ્યો.’

ઇમોશનલ થઈ જતાં કેવલ આગળ કહે છે, ‘ગઈ કાલે સેરેમની ભલે ઑનસ્ક્રીન હતી, પરંતુ સ્પીકર દ્વારા  મારું નામ જાહેર થયું અને મારા વિશે જે બોલાયું એ ૪૪ સેકન્ડ અમેઝિંગ હતી. આ શૉર્ટ પિરિયડમાં મારી આંખ સામેથી મારી ૭ વર્ષની જર્ની પસાર થઈ ગઈ.’

ગઈ કાલે મંત્રાલયમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેવલની બહેન તેની સાથે ગઈ હતી. તેના પેરન્ટસ દૂરદર્શન  પર જોઈ રહ્યા હતા. અત્યારે અમને માત્ર સર્ટિફિકેટ અપાયું છે. ટ્રોફી અમારે‌  પ્રેસિડેન્ટના હસ્તે દિલ્હી જઈને લેવાની છે. તારીખ વગેરે પછીથી જણાવાશે.’ સ્પોર્ટ્સ પર્સનના છેલ્લા ત્રણ વર્ષની  ઉપલબ્ધિને અનુલક્ષીને આ અવોર્ડ  માટે  તેની પસંદગી કરવામાં આવે છે.   એડવેન્ચર માટે  અપાતા તેનઝિન્ગ નોર્ગે  પુરસ્કારમાં આ સાહસિકના સ્ટેચ્યુ આકારની ટ્રોફી, સર્ટિફિકેટ અને ૫ લાખ રૂપિયા અપાય છે.

mumbai mumbai news alpa nirmal