મુંબઈ : બીએમસીની 25 સ્કૂલોમાં આવશે ઈ-લાઇબ્રેરી

11 March, 2020 07:34 AM IST  |  Mumbai

મુંબઈ : બીએમસીની 25 સ્કૂલોમાં આવશે ઈ-લાઇબ્રેરી

ઈ-લાઇબ્રેરી

મુંબઈની પચીસ સ્કૂલોમાં ઈ-લાઇબ્રેરીનો કન્સેપ્ટ લાવવામાં આવશે. પુસ્તકોનો બોજ હળવો કરવા બાળકોને શિક્ષકો હવે વર્ચ્યુઅલ રીતે ભણાવશે. પાંચમાથી લઈને ૧૦મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને આ ઈ-લાઇબ્રેરીનો લાભ મળશે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ મુંબઈ મહાનગરપાલિકાનો ૧.૩૧ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.

મહાનગરપાલિકાની શાળાઓમાં ડિજિટલ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને ટૅબ આપ્યા બાદ હવે શાળાઓમાં ઈ-લાઇબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને માટે મહાનગરપાલિકા ૧,૩૧,૬૩,૭૨૬ રૂપિયાનો ખર્ચ કરશે.

એક તરફ પાલિકાની શાળાઓની સંખ્યા ઓછી થઈ રહી છે, વિવિધ ૨૭ વસ્તુઓ શાળાનાં બાળકોને ફ્રી આપવામાં આવી રહી છે જેમાં ટૅબનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ અનુસાર હવે ૨૫ શાળાઓમાં ઈ-લાઇબ્રેરી લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મુંબઈ: કોરોના વાઇરસને લીધે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને અસર

શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ અંજલિ નાયકે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ લાવવાને કારણે બાળકોમાં ભણવાની રસરુચિ વધશે અને પુસ્તકોનો ભાર પણ ઘટશે. તમામ માધ્યમની શાળાઓને ૨૫ શાળાઓમાં સમાવી લેવામાં આવી છે. સત્ર ૨૦૨૦-’૨૧માં ઈ-લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે.

brihanmumbai municipal corporation mumbai mumbai news