26/11ના ત્રાસવાદી હુમલાની વરષીએ સર્જાયા આવા દ્રશ્યો, જુઓ તસવીરોમાં

27 November, 2014 06:59 AM IST  | 

26/11ના ત્રાસવાદી હુમલાની વરષીએ સર્જાયા આવા દ્રશ્યો, જુઓ તસવીરોમાં


ચર્ની રોડ રેલવે-સ્ટેશન પાસે પોલીસ જિમખાના નજીક શહીદ સ્મારક પર પોલીસ-અધિકારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.



શહીદ સ્મારક પર પુષ્પાર્પણ કરીને અંજલિ આપી રહેલા મુંબઈના પોલીસ-કમિશનર રાકેશ મારિયા અને ભૂતપૂર્વ પોલીસ-કમિશનર જુલિયો રિબેરો.


શહીદ સ્મારક પર દિવંગત એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ વિજય સાળસકરનાં પત્ની સ્મિતા સાળસકર અને પુત્રી દિવ્યા.


શહીદોને અંજલિ આપવા માટે મૂકવામાં આવેલા બૅનર પર મેસેજ લખી રહેલો એક પોલીસ-કૉન્સ્ટેબલ.


કોલાબામાં જુઇશ સેન્ટર નરીમાન (છાબડ) હાઉસ પર થયેલા હુમલામાં નુકસાનગ્રસ્ત દીવાલ બતાવી રહેલા ચીફ સિક્યૉરિટી ઑફિસર.


હાર્લી ડેવિડસન બાઇક ધરાવતા બાઇકસવારોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાંદરાથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીની બાઇકરૅલી કાઢી હતી. તસવીર: શાદાબ ખાન



આતંકવાદી અજમલ કસબને જીવતો પકડવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા પોલીસ-અધિકારી તુકારામ ઓમ્બળેના ચોપાટી પર આવેલા સ્મારક પર ફૂલો ચડાવીને અંજલિ આપી રહેલા પોલીસો અને સ્મારક સામે કરવામાં આવેલી રંગોળી. તસવીરો : સમીર માર્કન્ડે




આતંકવાદીઓએ કોલાબામાં ગેટવે ઑફ ઇન્ડિયા સામે આવેલી તાજમહલ હોટેલ પર હુમલો કર્યો હતો એથી શરણાઈવાદક રાકેશ ચૌરસિયા અને બીજા સંગીતકારોએ આ સ્થળે મ્યુઝિક કૉન્સર્ટ દ્વારા શહીદો અને જાન ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.