મુંબઈઃ ટીચરોની સટકલી

12 April, 2019 07:44 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈઃ ટીચરોની સટકલી

ટીચરો પહેલાંથી જ પરીક્ષા લેવાના કામમાં, પરીક્ષાનું પરિણામ કરવાના કામમાં વ્યસ્ત હતા અને તેમના માથા પર ઇલેક્શન ડ્યુટીનો ભાર નાખી દેવામાં આવ્યો છે. એટલું ઓછું હતું કે લોકસભા ચૂંટણી માટે નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા સાક્ષરતા ક્લબની સ્થાપના કરવાનો શિક્ષણ વિભાગે આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ સક્યુર્લેટ થતાં શિક્ષકોની આતા આમચી સટકલી એવી હાલત થઈ હોવાથી આ વિશે પોતાનો સખત વિરોધ દાખવ્યો છે. જ્યારે શિક્ષકોનું કહેવું છે કે આ કામ ચૂંટણી આયોગ દ્વારા ઠેકઠેકાણે વાહનો લઈ જઈને કરી શકાય એમ છે. શિક્ષકોને અપાતાં આ બધા અશૈક્ષણિક કાર્યોથી શિક્ષકો માનસિક ત્રસ્ત અનુભવ કરી રહ્યા હોવાનું પણ તેમનું કહેવું છે.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019ઃગુજરાતમાં મતદાન સવારે ૭ વાગ્યાથી

નાગરિકો મતદાન આપીને તેમની ફરજ બજાવીને જાગરૂકતા દેખાડે, નવા મતદારોને માહિતી મળી રહે,

mumbai news Election 2019