મુંબઈ : એસએસસી-એચએસસીનો સિલેબસ 50 ટકા ઘટાડો

13 January, 2021 06:18 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : એસએસસી-એચએસસીનો સિલેબસ 50 ટકા ઘટાડો

ગયા વર્ષની બોર્ડની પરીક્ષાઓ દરમ્યાન સાયનની ગુરુનાનક હાઈ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં એચએસસીના વિદ્યાર્થીઓ

એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે મુંબઈના અસોસિએશન ઑફ હેડ્ઝ ઑફ સેકન્ડરી અૅન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ્સે અભ્યાસક્રમમાં ૨૫ ટકાનો ઘટાડો કરવાની માગણી કરી છે, કારણ કે શિક્ષકોએ દાવો કર્યો છે કે આટલા ઓછા સમયની અંદર અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ છે. અસોસિએશને આ અંગે રાજ્યના બોર્ડને પત્ર પાઠવ્યો છે.

વર્તમાન વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે બન્ને પરીક્ષાઓ માટેનો અભ્યાસક્રમ ૨૫ ટકા સુધી ઘટાડી નાખ્યો છે.

અસોસિએશનના પત્રમાં જણાવ્યા અનુસાર અડધો જાન્યુઆરી માસ વીતી ચૂક્યો છે અને મુંબઈની શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે હજી યોગ્ય વર્ગો હાથ ધરાતા નથી. રાજ્ય બોર્ડે અભ્યાસક્રમ ૨૫ ટકા ઘટાડી દીધો હોવા છતાં હજી પણ બાકીનો અભ્યાસક્રમ પરીક્ષા પહેલાં પૂરો કરવો મુશ્કેલ છે. વિદ્યાર્થીઓનાં પરિણામ અને ભાવિ યોજનાઓ પર તેની અસર પડી શકે છે. આથી જો અભ્યાસક્રમમાં વધુ ૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવે તો તે યોગ્ય રહેશે.

mumbai mumbai news pallavi smart