ગિરગાવમાં પાંચ વર્ષની બહેનની હાજરીમાં 11 વર્ષના મોટા ભાઈએ કરી આત્મહત્યા

15 August, 2020 07:37 AM IST  |  Mumbai | Mumbai correspondent

ગિરગાવમાં પાંચ વર્ષની બહેનની હાજરીમાં 11 વર્ષના મોટા ભાઈએ કરી આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર

ગિરગાવમાં ૧૧ વર્ષના એક કિશોરે ગુરુવારે સાંજે પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે કહ્યું કે ‘છોકરાએ તેનાં માતા-પિતાને ઘટના પહેલાં એક સુસાઇડ-નોટ લખી હતી. એમાં લખ્યું હતું કે ‘હું તમને પ્રેમ કરું છું, પણ હવે હું રહેવા માગતો નથી.’ આ ઘટનાને પગલે વી.પી. રોડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

પોલીસે જણાવ્યું કે છોકરાનાં માતા-પિતા સાંજે ૬ વાગ્યે કામે ગયાં હતાં. તેના પિતા કંપનીમાં ડિલિવરીમૅન છે. તેણે પત્નીને નળબજાર વિસ્તારમાં મૂકીને થોડી ડિલિવરીપહોંચાડવા આગળ ગયો હતો ૭ વાગ્યે જ્યારે છોકરાની માતા ઘરે પાછી ફરી ત્યારે તેણે તેના પુત્રને છત સાથેના પંખા સાથે લટકતો જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. તેણે તાત્કાલિક પાડોશીઓની મદદથી તેને નીચે ઉતાર્યો હતો અને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સમયે આ દંપતીની પાંચ વર્ષની દીકરી રૂમમાં હાજર હતી.

વી. પી. રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગુલાબરાવ મોરેએ જણાવ્યું હતું કે ‘પોસ્ટમૉર્ટમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે છોકરાનું શ્વાસ રૂંધાવાને પગલે મૃત્યુ થયું હતું, જેના પગલે પોલીસે એડીઆરનો કેસ નોંધ્યો છે અને અમારી તપાસ ચાલી રહી છે. છોકરો સગીર હોવાથી તેના પરિવારજનો કે તેનું ઍડ્રેસ અમે આપી શકતા નથી.’

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘૧૧ વર્ષના છોકરાને શું પરેશાની હોઈ શકે કે તેણે આવું પગલું ભરવાની જરૂર પડી. હાલમાં તેનાં માતા-પિતાનું સ્ટેટમેન્ટ અમે નોંધ્યું છે. તે સાતમા ધોરણમાં ભણતો હતો. તેણે શાને લીધે આવું પગલું ભર્યું હશે એની તપાસ થઈ રહી છે.’

mumbai mumbai news suicide girgaon mumbai police