મુંબઈમાં ઑક્ટોબર હીટે 5 વર્ષની હદ વટાવી

17 October, 2014 04:03 AM IST  | 

મુંબઈમાં ઑક્ટોબર હીટે 5 વર્ષની હદ વટાવી




મુંબઈમાં ઑક્ટોબર હીટે ગઈ કાલે છેલ્લાં પાંચ વર્ષનો રેકૉર્ડ તોડ્યો હતો. કોલાબા અને સાંતાક્રુઝમાં ગઈ કાલે મૅક્સિમમ તાપમાન ૩૭ ડિગ્રીએ પહોંચી જતાં આ રેકૉર્ડ નોંધાયાનું વેધશાળાએ કહ્યું હતું અને આગામી દિવસોમાં હજી ગરમી અને ઉકળાટ વધવાની આગાહી કરી હતી.

ઑક્ટોબર મહિનાની શરૂઆતથી જ મુંબઈમાં તાપમાન વધતું રહ્યું છે અને રોજ એક-બે ડિગ્રીની વધ-ઘટ વચ્ચે સરેરાશ મૅક્સિમમ તાપમાન ૩૫ ડિગ્રીની આસપાસ રહે છે. આટલી ગરમી વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ સરેરાશ ઊંચું રહેવાથી ઉકળાટ અનુભવાય છે. ગઈ કાલે મૅક્સિમમ તાપમાન ૩૭ ડિગ્રીએ પહોંચ્યું હતું અને ભેજનું પ્રમાણ કોલાબામાં ૭૨ ટકા જ્યારે સાંતાક્રુઝમાં ૬૫ ટકા રહ્યું હતું. જોકે મિનિમમ તાપમાન કોલાબામાં ૨૭.૭ અને સાંતાક્રુઝમાં ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. આ રીતે સબબ્ર્સ કરતાં સાઉથ મુંબઈમાં ગરમી અને ઉકળાટ વધારે રહ્યાં હતાં જ્યારે દિવસ દરમ્યાન તાપમાનમાં સરેરાશ દસ ડિગ્રીની વધ-ઘટ રહી હતી.

ગઈ કાલે મુંબઈનું તાપમાન ડિગ્રીમાં

 

મૅક્સિમમ

મિનિમમ

ભેજનું પ્રમાણ

કોલાબા

૩૭.૦

૨૭.૭

૭૨.૦ ટકા

સાંતાક્રુઝ

૩૭.૦

૨૫.૪

૬૫.૦ ટકા