રાહેજા કૉલેજના સ્ટુડન્ટ્સનું મંત્રાલય સામે આંદોલન

25 August, 2016 05:14 AM IST  | 

રાહેજા કૉલેજના સ્ટુડન્ટ્સનું મંત્રાલય સામે આંદોલન





વિરોધ કરી રહેલા સ્ટુડન્ટ્સને પોલીસ ટિંગાટોળી કરીને મરીન લાઇન્સ પોલીસ-સ્ટેશને લઈ ગઈ હતી અને ત્યાં કેટલાક કલાક કસ્ટડીમાં રાખીને તેમને છોડી મૂક્યા હતા. આંદોલન દરમ્યાન માથામાં ઈજા પામેલા એક સ્ટુડન્ટને ઞ્વ્ હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ સ્ટુડન્ટ્સે તેમની સમસ્યાઓના નિવારણ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અનેક પત્રો લખ્યા હતા અને શિક્ષણપ્રધાન વિનોદ તાવડે સાથે અનેક બેઠકો પણ યોજી હતી, પણ એ બધું નિરર્થક સાબિત થયું હતું. મંગળવાર સુધીમાં કોઈ પગલાં નહીં લેવાય તો વિનોદ તાવડેના ઘરમાં આંદોલન કરવાની ચીમકી સ્ટુડન્ટ્સે આપી છે.

- તસવીરો :  સુરેશ કરકેરા