ભાઈંદર-ઉત્તન માટે હવે આ અઠવાડિયાથી એસટી બસ દોડશે

21 September, 2020 10:37 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ભાઈંદર-ઉત્તન માટે હવે આ અઠવાડિયાથી એસટી બસ દોડશે

એસ.ટી બસ (ફાઈલ તસવીર)

ઉત્તનમાં રહેતા અનેક લોકોને મુંબઈમાં જોબ કરતા હોવાથી હાલ કોરોના લૉકડાઉનને કારણે બસ સેવા બંધ કરી દેવાઈ હોવાથી પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી. હવે એમની મુશ્કેલીનો અંત આવ્યો છે. આ અઠવાડિયામાં ઉત્તનથી ભાઈંદર માટે એસટીની બસો દોડશે એમ પરિવહન પ્રધાન અનિલ પરબે જણાવ્યું છે.

પ્રાઇવેટ જોબ કરતા હજારો લોકોને પણ મુંબઈ આવવા માટે એટલિસ્ટ ભાઈંદર સુધી તો આવવું જ પડે એ પછી તેમને ત્યાંથી બસ અને જો સરકારી કર્મચારી હોય તો ટ્રેનની સુવિધા મળી રહે છે, પણ ભાઈંદર સુધી આવવા જ ઑટોમાં રોજેરોજ નાણાં ચૂકવવા પડતા હતા. અનેક લોકોની માગ હતી કે વહેલી તકે ઉત્તન-ભાઈંદર માટે બસ સેવા ચાલુ કરવામાં આવે.

આ બાબતે વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે મીરા ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય રાઠોડ અને રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબ સાથે કૉન્ફરન્સ કૉલ પર વાત કરી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરતા એમની સમસ્યા ઉકેલાઈ હતી.

mumbai mumbai news bhayander coronavirus covid19 lockdown