મુંબઈ : જીવંત વ્યક્તિને મૃત જાહેર કરનારો વિડિયો ગેરમાર્ગે દોરનારો

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : જીવંત વ્યક્તિને મૃત જાહેર કરનારો વિડિયો ગેરમાર્ગે દોરનારો

ગુજરાતી પેશન્ટનો જીવ ગયા બાદ બીએમસી હૉસ્પિટલમાં ગેરસમજ

બીએમસીની કેઈએમ હૉસ્પિટલમાં જીવંત વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જોકે આ ગુજરાતી પેશન્ટને ગંભીર હાલતમાં ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ સમયસર તેની સારવાર કરી અને કૃત્રિમ શ્વાસોશ્વાસની નળી એટલે ‘ઇન્ટુબેટ’ દ્વારા પ્રયાસ કર્યો, પરંતુ અનેક પ્રયાસ છતાં પેશન્ટે જીવ ગુમાવ્યો હતો. પેશન્ટના સંબંધીઓને ‘ફ્લૅટ લાઇન’ ઈસીજી બતાવીને હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોવાનું દેખાડીને મૃત્યુ જાહેર કરાયો હતો. તે ખરેખર મૃત્યુ જ પામ્યો હોવા છતાં રોષે ભરાયેલા સંબંધીઓએ હૉસ્પિલટલમાં ધમાલ કરી દીધી હતી કે પેશન્ટ જીવે છે. મહિલા અને હૉસ્પિટલના અન્ય કર્મચારીઓ સાથે અપશબ્દો સાથે તેમનું અપમાન કરાયું હતું. પેશન્ટના સંબંધીઓ દ્વારા ધમાલ કરતો વિડિયો લેવાયો હતો અને આ વિડિયોમાં પેશન્ટ જીવંત હોવા છતાં ‘વૅન્ટિલેટર’ બંધ કરી દેવાયું હોવાનો વિડિયો અને મેસેજ વાઇરલ થતાં લોકોની દિશાભૂલ થઈ રહી છે.

વિડિયો વાઇરલ ન કરવાની અપીલ

આ બનાવનો વિડિયો સોશ્યલ મીડિયા પર સતત પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. એથી પોસ્ટ કરવા પહેલાં એની ચકાસણી કરવાની જરૂર છે, પરંતુ ખાતરી કર્યા વગર જ વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. જોકે સોશ્યલ મીડિયા પર આવા દિશાભૂલ કરતા વિડિયો વાઇરલ થતાં બીએમસી હૉસ્પિટલોમાં રાત-દિવસ કામ કરતા ડૉક્ટરો અને કર્મચારીઓના મનોબળને વિપરીત અસર થઈ શકે છે.

mumbai mumbai news KEM Hospital