ટ્રેનમાં સિનિયર સિટિઝને ઑર્ડર કરેલાં જૈન ‘પૌંઆ’માં મરેલો કોક્રોચ મળ્યો

24 October, 2019 04:31 PM IST  |  મુંબઈ

ટ્રેનમાં સિનિયર સિટિઝને ઑર્ડર કરેલાં જૈન ‘પૌંઆ’માં મરેલો કોક્રોચ મળ્યો

જૈન પૌંઆમાં મરેલો કોકરોચ દેખાઈ આવે છે

થાણેના નિવૃત્ત ૭૭ વર્ષના સિનિયર સિટિઝનને વેસ્ટર્ન રેલવેની પ્રિમિયમ ટ્રેન ૧૨૦૦૯ અપ મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં ગઈ કાલે સવારે ટ્રેન પાલઘર ક્રોસ કરી રહી હતી ત્યારે એક મરેલો કોકરોચ પૌઆમાંથી મળી આવ્યો હતો. થાણે-વેસ્ટમાં ઢાકોલીમાં રહેતા ૭૭ વર્ષના એલઆઇસી એજન્ટ અને મેરેજ કન્સલ્ટન્ટ બાલમુકુંદ મિશ્રા બિઝનેસ ટ્રીપને લઈને સુરત પ્રવાસ કરી રહ્યા હતા.

તેમણે બોરીવલીથી ટ્રેન પકડી હતી અને તેઓ સી-૭ કૉચમાં ૨૬ નંબરની સીટ પર પ્રવાસ કરી રહ્યા હતા. આ પ્રવાસીએ તેમની સાથે બનેલા અનુભવ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જેમ ટ્રેને બોરીવલી સ્ટેશન છોડ્યું એમ મને બિસ્કિટ અને કૉફી આપવામાં આવી હતી. તેમ જ પાલઘર સ્ટેશનની પાસે મને જૈન પૌઆ સર્વ કરવામાં આવ્યા હતા. પૌઆ આપ્યા બાદ મેં એ ડીશ ખોલી અને પૌઆની ચમચી મોઢામાં નાખવા ગયો ત્યારે અચાનક જ મારું ધ્યાન પૌઆની ડીશમાં રહેલા કોકરોચ પર ગયું હતું. ડીશમાં મરેલો કોકરોચ જોતાં જ મોઢામાં નાખી રહેલી ચમચી કાઢીને ડીશમાં નાખી દીધી હતી.

રીતસરનું મને ઊલટી જેવો અનુભવ થઈ ગયો હતો. આ જોતાં જ મેં ઈન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કૉર્પોરેશન લી.(આઇઆરસીટીસી)ના મૅનેજર જે ટ્રેનમાં હતા તેને જાણ કરી હતી. તેણે મારી માફી માગી અને મેં ફરિયાદ બુકમાં મારી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બે અન્ય પ્રવાસીઓની વિટનેસ તરીકે સિગ્નેચર પણ લીધી હતી. જો કે આ વિષય અહીંયા
સુધી જ નહીં રહેશે. આ વાતની ફરિયાદ હું રેલવે મિનિસ્ટર પીયૂષ ગોયલને આજે કરવાનો છું. ફરિયાદ કર્યા બાદ મને ન્યાય મળે એવી અપેક્ષા છે.

આ પણ વાંચો : નોકરીની લાલચ આપીને 1.4 કરોડની છેતરપિંડી કરનાર બે નાઇજિરિયનની ધરપકડ

આઇઆરસીટીસી ટિકિટમાં ૨૫૦ રૂપિયા મિલ તરીકે ચાર્જ કરે છે. સારી સુવિધાની આશાએ અમુક અઠવાડિયાં પહેલાં જ મેં ટિકિટ બુક કરી હતી અને મને શું મળ્યું, મરેલો કોકરોચ?.

mumbai news mumbai indian railways